શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2024 (13:26 IST)

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક લીધો સંન્યાસ, ટેસ્ટમેચ સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે

Ravichandran Ashwin
ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ગાબા ટેસ્ટ પછી પ્રેસ કૉંફ્રેન્સમાં તેની જાહેરાત કરી. અશ્વિન કપ્તા રોહિત શર્મા સાથે પ્રેસ કૉન્ફ્રેન્સમાં પહોચ્યા હતા અને ત્યા તેમની જાહેરાત કરી. સંન્યાસ પહેલા અશ્વિન ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલી સાથે બેસેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન કોહલી તેમને ગળે પણ ભેટ્યા હતા. અશ્વિન એડિલેડ ડે નાઈટ ટેસ્ટમાં ટીમ ઈંડિયાનો ભાગ રહ્યા હતા.
 
ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચુક્યા છે અશ્વિન 
38 વર્ષનો આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચુક્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં સ્તામા સ્થાન પર છે.  અશ્વિનનુ નામ 106 ટેસ્ટમાં 537 વિકેટ છે. 59 રન આપીને સાત વિકેટ તેમની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. આ દરમિયાન તેમનુ સરેરાશ 24.00 નો અને સ્ટ્રાઈક રેટ  50.73નો રહ્યો છે.  અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયમાં અનિલ કુંબલે પછી બીજા નંબર પર છે.  કુંબલેના નામે 619 ટેસ્ટ વિકેટ હતી. અશ્વિનનુ આ એલાન ચોંકાવનારુ છે. કારણ કે તે ભારતીય જમીન પર ભારતીય જમીન પર ભારતીય સ્પિન અટેકની ધાર હતા.  ઓસ્ટ્રેલિયા આવીને અચાનક રિટાયરમેંટનો નિર્ણય ચોંકાવનારો છે. 
 
અશ્વિનના નામે બીજા સૌથી વધુ ફાઈવ વિકેટ હૉલ 
અશ્વિનના નામે ટેસ્ટમાં 37 વિકેટ હોલ છે. જે કોઈ ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. તેમના પછી કુંબલેનો નંબર આવે છે.  કુંબલેએ ટેસ્ટમાં 35 વાર પાંચ વિકેટ લીધી હતી. ઓવરઓલ સૌથી વધુ દાવમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે.  તેમને 67 વાર આવુ કર્યુ હતુ. અશ્વિન શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર છે.  
 
બેટિંગમાં પણ અશ્વિનનો જલવો 
આ સિવાય અશ્વિને ટેસ્ટમાં પણ ઘણા રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 3503 રન છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 25.75 રહી છે. ટેસ્ટમાં અશ્વિનના નામે સૌથી વધુ સ્કોર 124 રન છે. તેણે છ સદી અને 14 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે વનડેમાં 16.44ની એવરેજથી 707 રન અને ટી20માં 114.99ની સ્ટ્રાઈક રેટથી 184 રન બનાવ્યા છે.
 
અશ્વિન IPLમાં CSK તરફથી રમતા જોવા મળશે
અશ્વિને 5 જૂન, 2010ના રોજ હરારેમાં શ્રીલંકા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે જ સમયે, તેણે 12 જૂન 2010 ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ તેની ટી20 ડેબ્યૂ કરી. અશ્વિને ટેસ્ટ ડેબ્યૂ 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં કર્યું હતું. તે ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડી પણ છે. તેણે ટેસ્ટમાં 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. આ મામલે તે મુરલીધરનની બરાબરી પર છે. અશ્વિન 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. જો કે આ પછી તે ICC ટ્રોફી જીતી શક્યો નહોતો.
 
અશ્વિન ટેસ્ટમાં ભારતનો નિયમિત ભાગ રહ્યો છે. જોકે, તે ODIમાં ટીમની બહાર છે. તે ટી20માં ટીમમાં આવે છે અને જાય છે. 2021 અને 2022 T20 વર્લ્ડ કપ માટે ટીમમાં તે પ્રથમ પસંદગી ન હતો. જો કે, જ્યારે કોઈ ઘાયલ અથવા અયોગ્ય હોય ત્યારે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે ભારતના આ દિગ્ગજ સ્પિનર માત્ર IPLમાં જ રમતા જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.