રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 18 માર્ચ 2024 (07:18 IST)

WPL 2024 નું ચેમ્પિયન બન્યું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું

RCB vs DC
WPL 2024 Final: મહિલા પ્રીમિયર લીગ 2024ની ચેમ્પિયન મળી ગઈ છે. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર WPL ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને હરાવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બેટ્સમેનો તેમને ટ્રોફી સુધી લઈ ગયા.
 
અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે ટૉસ જીતીને બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બેંગ્લોરે 19.3 ઓવરમાં 2 વિકેટે લક્ષ્યને ચેઝ કરી લીધો હતો. એલિસ પેરીએ 35 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે સોફી ડિવાઈને 32 રન અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા.
 
આ પહેલાં દિલ્હીની ઓપનર શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયાંકા પાટીલે 4 વિકેટ લીધી હતી જ્યારે સોફી મોલિનેક્સે એક ઓવરમાં 3 વિકેટ લીધી હતી. આશા શોભનાને બે વિકેટ મળી હતી.