સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Modified: નવી દિલ્હી: , બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (12:49 IST)

સચિને આજના દિવસે જ રચ્યો હતો ઇતિહાસ, બેવડી ફટકાર બન્યા હતા પ્રથમ ખેલાડી

વર્લ્ડ કપમાં ક્રિકેટની વાત ભલે કોઇપણ ક્રિકેટરથી શરૂ થાય, પરંતુ તેના પાનામાં સૌથી વધુ જગ્યા એક જ ક્રિકેટરને મળશે, અને તે છે સચિન તેંડુલકર,અ તેમના વનડે ક્રિકેટના ભલે કેટલાક રેકોર્ડ કોઇ ખેલાડીએ પોતાના નામે કરી લીધા હોય, પરંતુ સચિન જેવી પ્રસિદ્ધિ અને નસીબ મળવું મુશ્કેલ છે. 
 
જ્યારે તેમને ક્રિકેટના ભગવાનની ઉપાધિથી નવાજવામાં આવ્યા તો ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો, પરંતુત 2010માં 24 ફેબ્રુઆરીના રોજ ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમાં જ્યારે ખેલાડીએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બેટીંગ કરતાં વનડે ક્રિકેટમાં 200 રનના દરવાજા પર પહેલીવાર પગ મુક્યો તો તેમનો મોટામાં મોટો ટીકાકાર પણ તેમની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહી. 
 
5 જાન્યુઆરી 1971 ના રોજ પહેલી વનડે મેચ ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ વચ્ચે મેલબોર્નમાં રમાઇ હતી. ત્યારબાદથી ક્રિકેટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ આવ્યા. પરંતુ વનડે ક્રિકેટમાં 200 ના આંકડા પર પહોંચવાનું નસીબ ન હતું. ઘણા ખેલાડી આ નંબરની નજી પહોંચ્યા, પર6તુ 200 નંબરના તાળાની ચાલી કદાચ તેમની પાસે ન હતી. પરંતુ આ ઇતિહાસ રચવા માટે કુદરતે સચિનની પસંદ કરી હતી. સચિન પહેલાં જોકે 1997 માં મહિલા ક્રિકેટર બેલિંડા ક્લાર્ક 229 રનોની ઇનિંગ રમી ચૂકી છે. 
 
36 વર્ષની ઉંમરમાં સચિને બેવડી ફટકારી
સચિને ગ્લાલિયરના મેદાન પર 24 ફેબ્રુઆરી 2010ના રોજ આ બેજોડ ઇનિંગ રમી હતી. મોટી વાત એ છે કે તેમણે આ બેવડી સદી 36 વર્ષની ઉંમરમાં ફટકારી હતી. તેમણે તે સમયે ઇનિંગ રમી હતી. જ્યારે દરેકવાર તેમની ઉંમર અને રમત પર સવાલો ઉભા થતા હતા. પરંતુ હ6મેશાની માફક સચિને પોતાની વાતોથી નહી પોતાની રમતથી લોકોને જવાબ આપ્યો. 
 
147 બોલમાં સચિને 200 રનોની ઇનિંગ રમી. ભારતે આ મેચમાં 400થી વધુનો સ્કોર બનાવ્યો અને 153 રનોથી આ મેચ જીતી. આ પહેલાં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પાકિસ્તાની બેટ્સમેન સઇદ અનવર નામે હતો. તેમણે 194 રનોની ઇનિંગ ભારત વિરૂદ્ધ રમી હતી. 
 
ક્રિસ ગેલે પણ 5 વર્ષ બાદ આ દિવસે બેવડી સદી ફટકારી
એ પણ અંયોગ છે કે સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાં પહેલીવાર બેવડી સદી ફટકારી હતી, તેના ઠીક 5 વર્ષ બાદ તે જ દિવસે ક્રિસ ગેલે પણ બેવડી સદી ફટકારી હતી. તેમના નામે સૌથી ઝડપી બેવડી સદી બનાવવાનો રેકોર્ડ હજુ સુધી છે. ગેલે 138 બોલમા6 200 રન બનાવ્યા હતા. 
 
ત્યારથી અત્યાર સુધી ફટકારી છે 8 બેવડી સદી, ત્રણ તો રોહિત શર્માના નામે
સચિને 2010માં બેવડી સદી વનડે ક્રિકેટમાં બનાવી હતી. ત્યારબાદથી 8 વખત બની ચૂક્યા છે. તેમાંથી ત્રણ વાર તો રોહિત શર્મા બેવડી સદી ફટકારી ચૂક્યા છે. આ ઉપરાંત ભારત માટે વીરેન્દ્ર સહેવાગ, વેસ્ત ઇંડીઝના ક્રિસ ગેલ, પાકિસ્તાન માટે ફકર જમાં, ન્યૂઝિલેંડ માટે માર્ટિન ગપ્ટિલ બેવડી ફટકારી ચૂક્યા છે.