બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:29 IST)

Eng થી પરત આવી રહી શ્રીલંકાઈ ટીમના વિમાનનો ઈધણ વચ્ચે જ ખત્મ થયું ભારતમાં ઈમરજેંસી લેંડિંગ

શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ ( (Sri Lanka Cricket Team) ની પરેશાનીઓ ખત્મ થવાનો નામ નહી લઈ રહી છે. પહેલાથી જ વર્ષના કાંટ્રેક્ટને લઈને ટીમમાં વિવાદ ચાલૂ છે. તે સિવાય લંકાઈ ટીમને સતત  હારનો સામનો કરવુ પડી રહ્યુ છે. તાજેતરમાં જ ઈંગ્લેંડની સામે થઈ વનડે સીરીજમાં શ્રાલંકા  પરાજિત થવું પડ્યું.
 
મેદાનમાં જ નહીં, હવે શ્રીલંકાની ટીમને મેદાનની બહાર પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઇંગ્લેન્ડથી શ્રીલંકા પરત ફરી રહેલી ટીમનું વિમાન ઈધન ખત્મ થઈ ગયું. 
 
શ્રીલંકાની ટીમની પરેશાનીઓ રોકાઈ નહી રહી 
હકીકતમાં લંડનથી  કોલંબો જઇ રહી શ્રીલંકાની ક્રિકેટ ટીમ, જે વિમાનમાં હતી તેનો ઈંધન ખત્મ થઈ ગયું જેના કારણે   તેમને કેરળમાં તિરુવનંતપુરમ ઈંટરનેશનલ એયર અપોર્ટ પર લેંડિંગ કરાવી પડી. 
 
ટીમના હેડ કોચ મિકી આર્થરે ટૉક સ્પોર્ટને જણાવ્યું હતું કે, અમારું વિમાન ભારતમાં ઉતરવું પડ્યું કારણ કે તે ઈંધન પૂરું થઈ ગયું હતું. જ્યારે અમારું વિમાન ભારતમાં ઉતર્યું હતું, ત્યારે મે મારો મોબાઈલ ખોલ્યો અને મને ઇંગ્લેન્ડ ઑપરેશન્સ મેનેજર વાઈન બેન્ટલીનો સંદેશ મળ્યો. તેમણે મને માહિતી આપી કે વિમાનનું ઈંધણ પૂરું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિઓ સમગ્ર ટીમ માટે તણાવપૂર્ણ હતી.
 
આપને જણાવી દઈએ કે શ્રીલંકાની ક્રિકેટ ટીમ હવે તેના ઘરે પહોંચી ગઈ છે અને તમામ ખેલાડીઓને હોટલમાં સજ્જ કરવામાં આવ્યા છે. 
ભારત વિ શ્રીલંકા 13 મી જુલાઈથી યોજાશે
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે (IND Vs SL) 13 જુલાઈએ, જ્યારે બીજી અને ત્રીજી વનડે ક્રમશ 16 16 અને 18 જુલાઈએ રમાશે. 21, 23 અને 25 વનડે શ્રેણી પછી જુલાઈના રોજ ત્રણ ટી -20 મેચ રમાશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
 
શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમ નીચે મુજબ છે: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પદિકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (WC), સંજુ સેમસન (WC), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.
નેટ બોલરો: ઇશાન પોરલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર અને સિમરનજીત સિંહ.