રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (14:39 IST)

WC પછી પણ કોહલીની કપ્તાની કાયમ રાખવા પર ભડક્યા ગાવસ્કર, માંજરેકરે કર્યો વિરોધ

ભારતના પૂર્વ બેટ્સમેન  સુનીલ ગાવસ્કરે વિશ્વકપ સેમીફાઈનલમાં ભારતની હાર છતા વિરાટ કોહલીને કપ્તાન તરીકે કાયમ રાખવા પર નારાજગી બતાવી છે. તેમનુ માનવુ છેકે વિરાટ કોહલીને ફરીથી કપ્તાન બનાવી રાખતા પહેલા બોર્ડએ એક સત્તાવાર બેઠક કરવી જોઈતી હતી. 

 
એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન ગાવસ્કરે કહ્યુ, જ્યા સુ ધી મને જાણ છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ સુધી જ કપ્તાન હતા.  ત્યારબાદ તેમના ભવિષ્ય પર નિર્ણય થવાનો હતો. તેમને એક કપ્તાનના રૂપમાં કાયમ રાખવા માટે પસંદગીકરોએ એક બેઠ્ક બોલાવવી જોઈતી હતી. ભલે એ બેઠક 5 મિનિટની જ કેમ ન હોય અને તેમા જ વિરાટનો નિર્ણય થઈ જતો. 
માંજરેકરે આ નિવેદન પર વિરોધ કરતા ટ્વીટ કર્યુ કે હુ ગાવસ્કર સરના વિચારો સાથે આદરપૂર્વક અસહમ છુ.  ઈંડિયાનુ વર્લ્ડકપ પ્રદર્શન ખરાબ નહોતુ. તેમણે 7 મેચ જીત્યા અને બે હાર્યા. અંતિમ મેચ ખૂબ નિકટસ્થ રહી હતી અને એક પસંદગીકારના રૂપમાં પદ કરતા વધુ ગુણ ઈમાનદારી છે.