શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (18:32 IST)

Asia Cup 2023 - ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ગહેરાયુ સંકટ, એશિયા કપ 2023માંથી થઈ શકે છે બહાર

Sanju Samson
Asia Cup 2023 : કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનો ફિટનેસ ટેસ્ટ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે કે આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયા છે કે તેમાં સમય લાગશે. એશિયા કપમાં 15 દિવસથી પણ ઓછા દિવસો બાકી છે અને અહેવાલ છે કે આ બંનેની ફિટનેસ અપડેટ આવતા જ તરત જ આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવે છે કે ભારતીય ટીમ 20મીએ મેદાનમાં ઉતરશે. પરંતુ હજુ સુધી BCCI તરફથી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી. દરમિયાન એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ટીમ શું હશે તે અંગે અટકળો ચાલી રહી છે. કેટલાક ખેલાડીઓને બાદ કરતાં બાકીના સ્થાનો નક્કર લાગે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પસંદગીકારો સંજુ સેમસન વિશે શું નિર્ણય લે છે.
 
સંજુ સેમસન માટે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થવું મુશ્કેલ છે
 
સંજુ સેમસન હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ રમી રહ્યો હતો. ODI અને T20 મેચમાં તેને ઘણી તકો મળી, પરંતુ એક જ મેચમાં તેણે અડધી સદી ફટકારી, બાકીની મેચોમાં તે રન બનાવી શક્યો નહીં. દરમિયાન, સંજુ સેમસનના ફેંસ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી નિરાશ થઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તરફથી જાણવા મળ્યું છે કે એશિયા કપમાં જઈ રહેલી ટીમમાં સંજુ સેમસનનું સ્થાન મેળવી શકશે નહીં. જો કે, હાલ આ બધી અટકળો છે અને પાક્કુ ત્યારે જ ખબર પડશે જ્યારે પસંદગીકારો ટીમની જાહેરાત કરશે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે, કારણ કે ત્યારબાદ તરત જ ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. જો સંજુ સેમસનની વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે મેચોની વાત કરીએ તો તેણે હાફ સેંચુરી ફટકારી હતી, જે ખૂબ જ ઝડપી ગતિએ બનાવી હતી, પરંતુ ત્યારબાદ તેનું બેટ ફરીથી શાંત પડી ગયું.
 
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર અંગે BCCI ટૂંક સમયમાં લેશે નિર્ણય 
જો કેએલ રાહુલ ફિટ થઈ જાય છે અને એશિયા કપની ટીમમાં પસંદ થઈ જાય છે તો સંજુ સેમસન માટે જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે. બીજી તરફ જો આ ટીમમાં રાહુલની પસંદગી નહીં થાય તો કિપિંગની જવાબદારી ઈશાન કિશનના હાથમાં આવી શકે છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણીની દરેક મેચમાં 50 પ્લસ રન બનાવ્યા અને હવે તે વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમવા માટે સૌથી મોટા દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે. અત્યારે સંજુ સેમસન આયર્લેન્ડ પ્રવાસ પર છે અને જસપ્રીત બુમરાહ તેને પોતાની કેપ્ટનશીપમાં રમવાની તક આપે તેવી પૂરી શક્યતા છે. જો આ બેમાંથી કોઈ પણ મેચમાં સંજુનું બેટ આક્રમક રીતે ચાલે છે તો તેના નામ પર વિચાર થઈ શકે છે, નહીં તો આગામી દિવસોમાં સંજુ સેમસન માટે ટીમમાં રહેવું મુશ્કેલ થઈ શકે છે.