ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2023 (18:49 IST)

પૃથ્વી શોને લઈને સેહવાગ સાથે થયો આ દિગ્ગજ ખેલાડીનો વિવાદ, IPLમાં થયો મોટો હંગામો

IPL 2023: IPL 2023 ની પણ દર વખતની જેમ ધમાકેદાર શરૂઆત થઈ છે. પ્રથમ 7 મેચોમાં ટીમો વચ્ચે નજીકની મેચ જોવા મળી છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ટીમ IPLની એકમાત્ર એવી ટીમ છે જેણે પોતાની પ્રથમ બંને મેચ ગુમાવી છે. સાથે જ આ ટીમના ઓપનર પૃથ્વી શૉનું પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું છે. જેના માટે વીરેન્દ્ર સેહવાગે તેની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. પરંતુ હવે દિલ્હી ટીમના આસિસ્ટન્ટ કોચે સહવાગને જવાબ આપ્યો છે.
 
સેહવાગે શોને શું કહ્યું?
શૉ વિશે વાત કરતાં સેહવાગે કહ્યું કે તેણે પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ. સેહવાગે કહ્યું કે શૉએ શુભમન ગિલને જોવું જોઈએ, તેઓ એકસાથે અંડર-19 ક્રિકેટ રમ્યા હતા અને હવે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છે. પરંતુ શૉ હજુ પણ IPLમાં સંઘર્ષ કરી રહ્યો છે. રૂતુરાજ ગાયકવાડે પણ એક સિઝનમાં 600 રન બનાવ્યા છે.
 
અગરકરે જવાબ આપ્યો
સેહવાગની વાત પર  દિલ્હીના આસિસ્ટંટ કોચ અજીત અગરકરે હવે ચોંકાવનારો જવાબ આપ્યો છે. અગરકરે કહ્યું કે શો એકમાત્ર એવો ખેલાડી છે જેમણે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આવા એક-બે ખેલાડીઓને નિશાન ન બનાવવા જોઈએ. અમારો સમગ્ર ટોપ ઓર્ડર સારો રહ્યો નથી. અમને અપેક્ષા મુજબની શરૂઆત મળી નથી, તેથી કોઈપણ ખેલાડીની ટીકા કરવી યોગ્ય નથી. અમારી ટીમને સુધારવાની જરૂર છે.
 
આવુ  રહ્યુ શૉ નુ કરિયર 
 
શૉના IPL કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 65 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ દરમિયાન તેમણે 24.72ની એવરેજથી 1607 રન બનાવ્યા. શોએ આ સમયગાળા દરમિયાન 12 અર્ધસદી ફટકારી છે, જ્યારે તેનો શ્રેષ્ઠ સ્કોર 99 રન છે. સાથે જ તે 147ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. આ ખેલાડી લાંબા સમયથી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી.