બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (08:56 IST)

વડોદરા: ક્રિકેટર ઈરફાન પઠાણ ફરી બન્યો પિતા

Vadodara: Cricketer Irfan Pathan has become a father again
વડોદરાનાં જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ ફરી વખત પિતા બન્યા છે. ઇરફાન પઠાણની પત્ની સફાએ દીકરાને જન્મ આપ્યો છે.જેની માહિતી ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર આપી હતી.
Photo : FACEBOOK
 ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર પુત્રને હાથ લઇને ફોટો શેર કર્યો હતો.આ ફોટો શેર કરતા લખ્યું હતુ કે સફા અને હું અમારા બેબી બોય સુલેમાન ખાનનું સ્વાગત કરીએ છીએ. બાળક અને માતા બંને સારા અને સ્વસ્થ છે. #આશીર્વાદ                                     અત્રે ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણનાં ઘરે બીજી વખત પારણું બંધાયું છે.આ પહેલા 2017માં પત્ની સફાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.જ્યારે આજે ફરી એક પુત્રને જન્મ આપતા ઇરફાન પઠાણ બે પુત્રનો પિતા બન્યો છે.