1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (11:39 IST)

IND vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા બાદ વિરાટ કોહલી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો! શું ટીમમાં બધું સારું છે?

Virat Kohli pulls out of ODI series after Rohit Sharma pulls out of Test series! Is everything fine in the team?
જ્યારેથી વનડે ફાર્મેટમાં સલામે બેટસમેન રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યા નવુ કેપ્ટન બનાવાયુ છે. ત્યારથી આવું લાગી રહ્યુ છે કે બંને ક્રિકેટરો અને ટીમમાં બધુ બરાબર નથી. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં ભલે કહ્યું હોય કે તેને વિરાટની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વિરાટે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને બીસીસીઆઈને પણ આ અંગે જાણ કરી છે.
 
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના એક અહેવાલ અનુસાર, વિરાટે બોર્ડને જાણ કરી છે કે 11 જાન્યુઆરીએ તેની પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસ છે અને તે તેને તેના પરિવાર સાથે ઉજવવા માંગે છે. કારણ ગમે તે હોય, પરંતુ ચાહકોનું માનવું છે કે અત્યારે વિરાટ રોહિતની કેપ્ટનશીપમાં રમવા માંગતો નથી. વિરાટ ODI શ્રેણીમાંથી બહાર થાય તે પહેલા, રોહિત દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપતા કહ્યું કે રોહિત મુંબઈમાં ટીમના નેટ સત્ર દરમિયાન ડાબા પગના સ્નાયુમાં લાંબી ઈજાના કારણે પ્રોટીઝ ટીમ સામેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના હાથને ઈજા થઈ હતી.