મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (17:18 IST)

ICC Cricket World Cup 2019 - ભારતીય ટીમનુ એલાન, ઋષભ પંતને ન મળ્યુ સ્થાન

આવતા મહિને શરૂ થઈ રહેલ વિશ્વકપ માટે પસંદગીકર્તાઓએ ભારતીય ટીમની જાહેરત કરી દીધી છે. ભારત માટે ઓલરાઉંડર વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. વિકેટ કિપરમાં ઋષભ પંતને ટીમમાં સ્થાન મળ્યુ નથી.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ સોમવારે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે. મહેન્દ્ર સિંહ ધોની વિકેટકિપરની ભૂમિકા ભજવશે.  ચોથા સ્થાન માટે અંબાતી રાયડૂને પસંદ કરાયા નથી. ટીમમાં ચોકાવનારુ નામ વિજય શંકરનુ છે. ટીમ ઈંડિયામાં ચોથા સ્થાન માટે અંબાતી રાયડૂ અને વિજય શંકર વચ્ચે હરીફાઈ હતી. પસંદગી સમિતિએ રાયડૂને બદલે શંકરને મહત્વ આપ્યુ. જો કે શંકર પાસે ફક્ત નવ વનડે રમવાનો જ અનુભવ છે જ્યારે કે રાયડુ  55 વનડે રમી ચુક્યા છે. 
 
ભારતીય ટીમ - વિરાટ કોહલી (કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિજય શંકર, કેદાર જાધવ, એમ એસ. ધોની,(વિકેટ કિપર)  દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જડેજા, મોહમ્મદ શમી. 

ઓલરાઉંડસ્ર માટે જડેજા જરૂરી 
 
મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે  કહ્યુ કે અનેક સિચુએશન હોઈ શકે છે. જ્યા તમને ઓલરાઉંડરની જરૂર પડે. તેથી જડેજા ટીમ માટે જરૂરી છે. તેઓ ટીમને ફાયદો પહોંચાડી શકે છે. ચેમ્પિયંસ ટ્રોફ્રી પછી અમે રાયડૂને કેટલાક ચાંસ આપ્યા. પણ વિજય શંકર કેટલીક પરિસ્થિતિમાં બોલિંગ પણ કરી શકે છે. તેઓ એક સારા ફિલ્ડર છે.