Last Modified: દુબઈ , શનિવાર, 31 જુલાઈ 2010 (14:24 IST)
ભારત ટેસ્ટ રેકિંગમાં ટોચ પર કાયમ
શ્રેણીની પ્રથમ મેચ ગુમાવ્યા છતા ભારત કોલંબોમા શ્રીલંકા વિરુધ્ધ બીજી ટેસ્ટ ડ્રો રમ્યા પછી આઈસીસી ટેસ્ટ રૈકિંગમાં ટોચમાં સ્થાન યથાવત રાખવામાં સફળ રહ્યા
ભારતના 130 રેટિંગ અંક છે જે બીજા સ્થાન પર રહેલ દક્ષિણ આફ્રિકા(119)કરતા 11 અંક વધુ છે અને શ્રેણીની અંતિમ મેચનુ પરિણામ કંઈ પણ રહે ટીમ ટોચ પર કાયમ રહેશે.
જો કે શ્રીલંકા વિરુધ્ધ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહેવાનુ ટીમ ઈંડિયાને નુકશાન ઉઠાવવુ પડ્યુ
ભારત જો કોલંબોમાં કે.પી સારા ઓવલમાં ત્રણ ઓગસ્ટથી શરૂ થઈ રહેલ મેચ જીતવાની સાથે શ્રેણી 1-1થી બરાબર રાખવામાં સફળ રહે છે તો પણ તેના 127 અંક જ રહી જશે જ્યારે કે મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડને પછાડીને 115 અંકની સાથે ત્રીજા સ્થાન પર પર્હોચી જશે.
જો મેચ ડ્રો રહેશે તો ભારતના 124 અંક જ રહી જશે, જે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા કરતા પાંચ અંક જ વધુ રહેશે. જો કે દશાંશ અંક સુધી ગણના કરવા પર શ્રીલંકા ત્રીજા સ્થાન પર રહેશે
પરંતુ એક વધુ હારથી ભારત 122 અંક પરથી ગબડી જશે, જ્યારે કે શ્રીલંકાના 121 અંક થઈ જશે અને તે બીજા સ્થાન પર પહોંચી જશે. વર્ષ 2003માં રેકિંગના શરૂ થયા પછી આ બીજી તક છે જ્યારે શ્રીલંકા બીજા સ્થાન પર પહોંચશે.