શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (20:48 IST)

ક્રિકેટના વેપારીકરણ અંગે લોકસભામાં હોબાળો

નવી દિલ્હી. ક્રિકેટના વેપારીકરણ અને ઈન્ડીયન પ્રિમીયર લીગ દ્વારા ખેલાડીઓની કરાયેલી નિલામી અંગે લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ ક્રિકેટરોના રેમ્પ પર ચાલવાના કૃત્યનો ભારે વિરોધ કર્યો હતો.

ભાજપાના સાંસદ સુમિત્રા મહાજને કહ્યુ હતુ કે, ખેલાડીઓને કેટલાક ઉધોગપતિઓએ ખરીદ્યા છે જેથી તેઓને રેમ્પ પર ચાલવાનુ પણ કહેવામાં આવે છે. બીજી તરફ દૂરદર્શન અને આકાશવાણી પર ક્રિકેટ મેચોના પ્રસારણ પર રોક લગાવવાના બીસીસીઆઈના પ્રયાસોની કોંગ્રેસ સદસ્ય દેવવ્રત સિંહે આલોચના કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, જેમાં ભારતીય ટીમ દેશનુ પ્રતિનીધીત્વ કરે તેને દૂરદર્શન પર પ્રસારિત કરવી જોઈએ.