પર્સનલ જીંદગીમાં દખલ યોગ્ય નથી-સાઈમંડ્સ
ઓસ્ટ્રેલિયાના એંડ્યૂ સાઈમંડ્સને પર્સનલ જીંદગીમાં કોઈની દખલગીરી પસંદ નથી અને જાણીતા લોકોની વ્યક્તિગત જીંદગીમાં મીડિયાની દખલગીરી તેમને પસંદ નથી. સાઈમંડ્સનુ માનવુ છે કે ખેલાડીઓને વધતી લોકપ્રિયતાનુ પરિણામ ભોગવવુ પડી રહ્યુ છે કારણકે મેદાનની બહાર તેમને ગતિવિધિઓના સમાચાર મેળવવા માટે લોકો બધી સીમાઓ ઓળંગી જાય છે.તેમણે કહ્યુ કે રમત હવે માત્ર રમત નથી રહી ગઈ. લોકો જાણવા માંગે છે કે મેદાનની બહાર ખેલાડીઓ શુ કરે છે. મને લાગે છે કે આ એક અત્યાચાર છે. આ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે કહ્યુ કે પોતાની હળવાશની પળોમાં આ રીતની દખલ તેઓ બિલકુલ સહન નહી કરે. સાઈમંડ્સે સિડની હેરાલ્ડને કહ્યુ હું નથી ઈચ્છતો કે લોકો એવુ જાણે કે હું મારા નવરાશની પળોમાં શુ કરુ છુ. હું આવુ નહી થવા દઉ.