પ્રથમ વન-ડેમાં ભારતની શરમજનક હાર

સાઉથ હૈમ્પટન| વેબ દુનિયા| Last Modified બુધવાર, 22 ઑગસ્ટ 2007 (09:57 IST)
સાઉથ હૈમ્પટન (વેબદુનિયા) નેટવેસ્ટ ટ્રોફી માટે શરૂ થયેલી સાત વન-ડે મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ઇગ્લેંડે ભારતને 104 રનોથી હરાવ્યું છે.

'મેન ઓફ ધ મેચ' ઇયાન બેલે પ્રથમ વન-ડેમાં અણનમ 126 અને અલેસ્ટર કુકની પ્રથમ સદીની મદદથી ઇગ્લેંડે 2 વિકેટ પર 288 રન બનાવી મેચ પહેલાંથી જ પોતાના કબજે કરી લીધી હતી.


જ્યારે ભારત 50 ઓવરોમાં 184 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. કેપ્ટન રાહુલ દ્રવિડે 72 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિક સાતમા સ્થાને બેટીંગ કરતાં નાબાદ 44 રન ફટકાર્યા હતા.
આ સિરીજની બીજી મેચ 24 ઓગષ્ટે બ્રિસ્ટલમાં (ડે-નાઇટ) મેચ રમાશે. સાઉથ હૈમ્પટનની માફક અહીં પણ વિકેટો મળશે.


આ પણ વાંચો :