ભારતની શરમજનક હાર-161/10

વેબ દુનિયા|

મેલબોર્ન (વેબદુનિયા) ઓસ્ટ્રેલિયાના 498 રનનો પીછો કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પહેલી ટેસ્ટના ચોથા દિવસે ગઈકાલના વિના વિકેટે 6 રનથી આગળ રમવાનું શરૂ કરતા આજે 161રનમાં જ ઓલઆઉટ થઇ ગયું. યુવરાજના રૂપમાં ભારતે પાંચમી વિકેટ ગુમાવ્યા બાદ બધી વિકેટો ગુમાવી દીધી હતી. આમ, ભારત 498ના લક્ષ્યાંકને પાર કરી ના શક્યું અને પ્રથમ ટેસ્ટ મેચ ખૂબજ શરમજનક રીતે હારી ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજ્બ કાંગારૂઓનો પહેલો શિકાર જાફર બન્યો હતો. તેને અંગત 15 રને બ્રેટ લીએ પેવેલિયનની વાટ પકડાવી હતી. કુલ 26 રનના જુમલે ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ધ વોલ પણ અંગત 26 રને સાયમન્ડ્સનો શિકાર બન્યો હતો. તો તેંડુલકર અંગત 15 રને બ્રેટ લીની બોલિંગમાં વિકેટ કિપર ગીલક્રિસ્ટને કેચ આપી બેઠો હતો. આમ, ભારતે 54 રનના જુમલે બીજી અને 77 રનના જુમલે ત્રીજી વિકેટ ગુમાવી હતી.
તો અત્યાર સુધી ધીરજ પૂર્વક રમીને 42 રન બનવાનાર લક્ષ્મણ ક્લાર્કની બોલિંગમાં કેચ આપી બેઠો હતો. યુવરાજ કમનશીબ રહ્યો હતો. બ્રેડ હોગના લેગ સ્ટમ્પની બહાર જતા બોલ ઉપર તેને એલબીડબલ્યુ આઉટ અપાયો હતો. તેણે માત્ર 5 રન બનાવ્યા હતા.

ભારતે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. લંચ સુધીમાં ભારતે માત્ર 56 રન જ બનાવ્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. બ્રેટ લી ફરી એક વખત ભારત માટે માથાનો દુઃખાવો સાબિત થયો હતો.


આ પણ વાંચો :