બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By દિપક ખંડાગલે|

સૌરવ ગાંગુલી

સૌરવ ગંગુલીનો જ્ન્મ 8-7-1972માં કલકત્તાના બારીશામાં થયો હતો. તે ભારતીય ટીમના ખેલાડી છે. તેમના પિતાનુ નામ ચંડીદાસ ગાંગુલી છે. તેમના ભાઇનુ નામ સ્નેહાસિસ છે. સૌરવ ગાંગુલી ડાબા હાથના ખેલાડી છે. તેઓ સૌથી સફળ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. તેઓ 'દાદા', 'બેંગોલ ટાઇગર' અને 'પ્રિન્સ ઓફ કોલકત્તા ના ઉપનામે જાણીતા છે.

સૌરવ ગાંગુલીએ 91 ટેસ્ટ અને 286 એકદિવસીય મેચ રમ્યા છે. સૌરવે ટેસ્ટમાં 40.86ની સરેરશથી 5,435 રન બનાવ્યા છે. જેમાં 12 સદીઓ અને 27 અર્ધસદીઓ બનાવી છે. જ્યારે વન-ડે મેચમાં 41.22ની સરેરાશ સાથે 10,470 રન બનાવ્યા છે, જેમાં 22 સદીઓ અને 64 અર્ધસદીઓનો સમાવેશ થાય છે.

સૌરવ ગાંગુલીએ ટેસ્ટ શ્રેણીમાં 62 કેચ અને વન-ડે શ્રેણીમાં 98 કેચ ઝડપ્યાં છે. તેઓ ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચૂક્યા છે. તેમના કેપ્ટન પદ હેઠળ ભારતે 49 ટેસ્ટ મેચ માંથી 21 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ મેચમાં 173 સર્વાધિક રન અને 183 રન વન-ડે શ્રેણીમાં તેઓ બનાવી ચૂક્યા છે. તેમણે ટેસ્ટમાં 26 વિકેટો અને વન-ડે શ્રેણીમાં 95 વિકેટો મેળવી છે. તેઓ 30 વખત મેન ઓફ-ધ મેચ બની ચૂક્યા છે.