સોમવાર, 29 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (14:47 IST)

એક છોકરી તેના બોયફ્રેન્ડ પર એસિડથી હુમલો કર્યો

a girl attacked him with that acid
ઇડુક્કી. કેરળના ઇડુક્કી જિલ્લાના અદિમાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ એટલી નારાજ થઈ ગઈ કે તેણે તેના પર એસિડથી હુમલો કર્યો. યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત નાજુક છે.
અહેવાલો અનુસાર તિરુવનંતપુરમ જિલ્લાના અરુણ કુમાર પર અદિમાલી ઇડુક્કી જિલ્લાની એક યુવતીએ હુમલો કર્યો હતો. જેના કારણે અરુણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. યુવતી અરુણની ગર્લફ્રેન્ડ હતી અને તે બ્રેકઅપથી નારાજ હતી.
 
આ ઘટના 16 નવેમ્બરે બની હતી. યુવતીએ અરુણને ચર્ચમાં બોલાવ્યો અને તેના ચહેરા પર એસિડ ફેંક્યું. પોલીસે કેસ નોંધીને યુવતીની ધરપકડ કરી છે.