બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (15:47 IST)

Dahodમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિ અને ટોળાએ તાલિબાની સજા આપી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળામાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પરત આવતા આ યુગલને પરિણીતાનો પતિ અને ગ્રામજનો તાલિબાની સજા આપે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, પરિણીતાની સાડી પ્રેમીના માથે બંધાવે છે અને પરિણીતાને ઢસડે છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે વીડિયોના આધારે ચાર શખ્સોની અટકાયત કરી તપાસ શરુ કરી છે અને તપાસમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોતરાયા છે. ફતેપુરા તાલુકાના મારગાળામાં એક પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. થોડા દિવસો બાદ તે ગામમાં તેના પ્રેમી સાથે જ પરત ફરતાં ગામમાં જાણે આતંકનુ વાતાવરણ સર્જાયુ હોય તેવુ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે. પરિણીતાનો પતિ તેમજ અન્ય ટોળાએ પરિણીતાને રીતસર જમીન પર ઢસડી જતા હોવાનુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. મહિલાએ પહેરેલી સાડી પણ ખેંચી કાઢીને તેના પતિના માથે બાંધી દઇ તેને માર મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. અભદ્ર ભાષા અને ગાળાગાળી પણ કરવામાં આવી છે. આવો વીડિયો વાયરલ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ટોળુ મહિલા અને તેના પ્રેમી સાથે મારઝુડ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એક વ્યક્તિ તો નાચી રહ્યો છે અને આ ઘટનાનો જાણે વિકૃત આનંદ માંણી રહ્યો હોય તેમ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે. બીજો એક વ્યક્તિ કારબામાં કશુંક પ્રવાહી ભરીને ફરી રહ્યો હોય તેવુ પણ લાગી રહ્યુ છે. તે કારબામાંથી પ્રવાહી ભરીને પીવડાવી પણ રહ્યો છે ત્યારે તે પાણી છે કે કોઇ કેફી પીણુ છે તે પણ પોલીસ માટે તપાસનો વિષય છે.