1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2024 (12:59 IST)

બીફ ભરેલા કન્ટેનર ભારતથી સાઉદી મોકલવાની સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ કરનાર સામે કાર્યવાહી

લોકસભા ચૂંટણી 2024ને લઈને સાઈબર ક્રાઈમ સક્રિય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય અથવા તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડે તે પ્રકારની કોઈપણ પોસ્ટ કરનાર પર સાયબર ક્રાઈમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે X પર એક યુવકે બીફના કન્ટેનર ભરેલો વીડિયો મૂક્યો હતો. જે ભારતથી સાઉદી અરેબિયા મોકલવામાં આવે છે, તેવું વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું. જો કે, હકીકતમાં આ વીડિયો ઈરાનનો હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમે આ પોસ્ટ મુકનાર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.
 
વીડિયો મુકનાર સામે ગુનો નોંધવામાં આવ્યો
સોશિયલ મીડિયા X પર એક વીડિયો એડિટ કરીને મૂકવામાં આવ્યો હતો. જેમાં બીફ ભરેલા કન્ટેનર ભારતથી સાઉદી અરેબિયા મોકલવામાં આવતા હોય તેવું વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા ખરેખર ઈરાનનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. જે એડિટ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ વીડિયો અંગે સાયબર ક્રાઈમ દ્વારા વીડિયો મુકનાર સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.