મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (15:19 IST)

Crime News - પત્ની સાથેનો પ્રાઈવેટ વીડિયો બનાવી સાળીને મોકલ્યો, સાળીએ કર્યો વાયરલ અને બદલો લેવા બનેવીએ કર્યુ આ કાંડ

mobile call
Crime News : ઉત્તર પ્રદેશના રામપુરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસે એક યુવતીની હત્યાનો ખુલાસો કર્યો છે. 20 વર્ષની યુવતીની લાશ મળવાથી હડકંપ મચી ગયો હતો. હત્યા કરી આ બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે યુવતીએ આત્મહત્યા કરી છે. પણ જ્યારે પોલીસે મામલાની તપાસ કરી તો ચોકાંવનારી માહિતી સામે આવી. ત્યારબાદ યુવતીના બનેવી અને એક વધુ સંબંધીની ધરપકડ કરી છે.  
 
શુ છે મામલો ?
લગભગ 24 દિવસ પહેલા અજીમનગર પોલીસ ક્ષેત્રના બગરવ્બા ગામની રહેનારી અલી અહમદની 20 વર્ષની પુત્રી અમરીન મજાર પર જવા માટે નીકળી હતી પણ પરત આવી નહી. પછી તેની લાશને ગામના કબ્રસ્તાનના ઝાડ પર લટકતી મળી હતી. જોવામાં એવુ લાગી રહ્યુ હતુ કે તેને આત્મહત્યા કરી છે.  પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો કે યુવતીની હત્યા પછી લાશને લટકાવી છે 
 
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી અને ગ્રામીણોની પૂછપરછ કરી. તપાસમાં  જાણ થઈ કે મૃતકાના અંદર હિજડાવાળા ગુણ હતા. જીજા મતલૂબ પર આરોપ છે કે તે પોતાની સાળી પર ખરાબ નજર રાખતો હતો. તેણે પોતાની પત્ની સાથે અંતરંગ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને પોતાની સાળીને મોકલી દીધો. વીડિયો જોયા પછી સાળીએ આ વીડિયોને ગામના કેટલાક લોકોને મોકલી આપ્યો. 

આ વીડિયો ગામમાં વાયરલ થયો હતો. જેના કારણે સાળી, બનેવી અને પત્નીને ગામમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો.  આ વાતથી બધા ગુસ્સામા હતા. પત્ની પણ પોતાના પતિને દોષ આપે રહી  હતી. જેથી તેના મનમાં જ્વાળામુખી ભરેલો હતો  અને તેણે બદલો લેવાની યોજના બનાવી. કોઈ બહાનાથી બનેવીએ સાળીને  મળવા બોલાવી હતી.
 
બનેવી તેના એક સંબંધી સાથે સ્મશાને પહોંચ્યા અને તેના હાથ-પગ બાંધી દીધા અને ગળું દબાવીને હત્યા કરી દીધી. આ પછી લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી, જેથી લોકો વિચારે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે, તેની એક પણ ચાલ સફળ થઈ ન હતી. બંનેએ ગુનો કબૂલી લેતા તેમને જેલ હવાલે કરાયા છે.