ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2024 (13:31 IST)

Delhi Crime: રસ્તા વચ્ચે જ અંધાધૂંધ ગોળીબાર, 12 કલાકમાં 3 મર્ડર, કેન્દ્રી મંત્રી પાસે લાખોની ખંડણી પણ માંગી

Delhi crime News
Delhi crime News
 
દેશની રાજધાની દિલ્હી હવે ક્રાઈમની કૈપિટલ પણ બની ચુકી છે. સામાન્ય જનતાથી લઈને ખાસ લોકો દિલ્હીમાં અપરાધિક મામલાના શિકાર થઈ રહ્યા છે. છેલ્લા 12 કલાકની અંદર દિલ્હીમાં અનેક મોટી અપરાધિક ઘટનાઓ બની છે. પહેલી ઘટના કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. 
 
કેન્દ્રીય મંત્રીના ફોન પર મોકલવામાં આવ્યો ધમકી ભર્યો મેસેજ 
 
 ધમકી આપનાર વ્યક્તિએ મંત્રીના ફોન પર મેસેજ કર્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ આ મામલે દિલ્હી પોલીસ અને ઝારખંડના ડીજીપીને ફરિયાદ કરી છે. સંજય સેઠ ઝારખંડના સાંસદ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
વધતા ક્રાઈમને લઈને અરવિંદ કેજરીવાલે અમિત શાહને ધેર્યા 
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વધતા ક્રાઈમને લઈને ચિંતા બતાવી છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્હીનો આ નકશો બતાવે છે કે અમિત શાહ પોતના ઘરના 30 KMની હદમાં પણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે.  કેજરીવાલે ગૃહ મંત્રીને પૂછતા કહ્યુ કે લોકો સુરક્ષા માટે હવે ક્યા જાય ?
 
વાસણ વેપારીની ગોળી મારીને હત્યા 
 
શનિવારે સવારે દિલ્હીના શાહદરામાં બદમાશોએ રસ્તાની વચ્ચે એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. તે વાસણોનો વેપારી હતો. હુમલાખોરોએ વાસણના વેપારીની 6-7 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. કયા કારણોસર હત્યા કરવામાં આવી? આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
 
ટોયલેટની સફાઈને લઈને હત્યા 
દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં સામાન્ય શૌચાલયની સફાઈને લઈને પડોશીઓ વચ્ચે થયેલી લડાઈ બાદ હત્યાની ઘટના સામે આવી છે. પોલીસને શુક્રવારે રાત્રે 12:07 વાગ્યે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં ઝઘડા અંગે પીસીઆર કોલ મળ્યો હતો. જેમાં બે પાડોશીઓએ એકબીજાને માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુધીરને છાતી, ચહેરા અને માથા પર ચાકુ વડે ઘા કરવામાં આવ્યા હતા. હુમલા પછી, સુધીર, તેના ભાઈ પ્રેમ અને તેમના મિત્ર સાગરને એમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
ગંભીર રૂપથી ઘાયલ સુધીરનુ મોત 
સવારે લગભગ 3 વાગે સુધીરનુ મોત થઈ ગયુ.  22 વર્ષીય પ્રેમ ગંભીર રૂપથી ઘાયલ થવાને કારણે નિવેદન આપવામાં અયોગ્ય છે.  20 વર્ષીય સાગરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસે આરોપી ભીકમ સિંહ, તેની પત્ની મીના અને તેમના ત્રણ પુત્રો સંજય, રાહુલ અને એક સગીર પુત્રની અટકાયત કરી છે. ભીકમ ગોવિંદપુરીમાં બિલ્ડિંગ મટિરિયલની દુકાનમાં કામ કરે છે.
 
 
 
કોમન ટોયલેટની શૌચાલયને લઈને ઝગડો 
પોલીસે જણાવ્યું કે આરોપી અને પીડિતા બંને ગોવિંદપુરીની શેરી નંબર 6, 482 ખાતે બિલ્ડીંગના પહેલા માળે ભાડુઆત છે. તેમની પાસે સામાન્ય શૌચાલય હતું. લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે લોકોના જૂથે એક સામાન્ય શૌચાલયનો ઉપયોગ કર્યો અને સ્વચ્છતાને લઈને ઝઘડો થયો.