ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (10:52 IST)

પતિ પત્ની ઔર વો: એકસ્ટ્રા મેરિટલ અફેરના લીધે અનેક ઘર વિખેરાયા તો ઘણા કિસ્સામાં મોત મળ્યું

પતિ પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ ઉપરાંત પરસ્પર વિશ્વાસ અને વફાદારી પર ટકેલો હોય છે. પરંતુ જ્યારે સંબંધો વચ્ચે દગો, છેતરપિંડી અને ઝૂઠ જેવી વસ્તુઓ આવે તો તે બરબાદ થવી લગભગ નક્કી છે. અવાર નવાર એકસ્ટ્રા મેરિટલ અફેરના સમાચાર સામે આવે છે. ભલે પહેલી નજરમાં એકસ્ટ્રા મેરિટલ અફેર ખૂબ સારુ લાગે છે. ફિલ્મો અને વેબસિરિઝમાં પણ એકસ્ટ્રા મેરિટલ અફેરની કહાની બતાવવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાંથી ઘણા એકસ્ટ્રા મેરિટલ અફેરના કિસ્સા સામે આવ્યા છે. જેમાં સૌથી ચર્ચિત કિસ્સો કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી રહ્યો હતો. આવો જાણીએ એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે વિગતવાર.... 
 
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી રંગરેલિયા મનાવતા કેમેરામાં થયા કેદ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બે વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી ગુજરાતના આણંદમાં તેમના બંગલામાં અન્ય મહિલા સાથે સમય વિતાવતા કેમેરામાં કેદ થયા હતા. કોંગ્રેસના નેતા તેમની પત્ની રેશ્મા પટેલે રંગે હાથે ઝડપ્યા હતા.
 
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેની પત્ની રેશ્મા પટેલે બનાવ્યો છે. રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે બંને વચ્ચે કાનૂની લડાઈ પણ ચાલી રહી છે.
 
રેશ્મા પટેલને તેના પતિ મહિલા સાથે રૂમમાં બંધ હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન રેશ્મા પટેલ કેટલાક લોકો સાથે ત્યાં પહોંચી હતી અને હોટલના રૂમમાં ઘુસી હતી. જે બાદ તેણે યુવતીને પકડી લીધી અને નિર્દયતાથી તેના વાળ પકડીને રૂમમાં ફેરવવા લાગી હતી. તેને મહિલા સાથે મારપીટ કરતો વીડિયો પણ બનાવ્યો હતો.
 
વીડિયોમાં રેશ્મા મહિલાને કહેતી જોઈ શકાય છે કે 'તું મારા પતિ સાથે બેઠી છે... હું તને નહીં છોડું...' અને અન્ય ટિપ્પણીઓ જેવી કે 'આનો વીડિયો લો' અને 'તમારો ચહેરો બતાવો'. વીડિયોમાં સાંભળી શકાય છે રેશ્મા પટેલની સાથે આવેલા લોકોએ મહિલાનો વીડિયો બનાવ્યો. મહિલા કોઈ રીતે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે, જેમાં રેશમા મહિલાની નજીક જાય છે અને તેને થપ્પડ મારે છે. બીજી તરફ ભરતસિંહ સોલંકી તેને અટકાવતા જણાય છે.
 
મોટી બહેનના એકસ્ટ્રા મેરિટલ અફેરને છુપાવવા બહેનના લગ્ન દિયર સાથે કરાવી દીધા
તાજેતરમાં અભયમ હેલ્પલાઇન કાઉન્સેલર સાથે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મણિનગરની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેનના લગ્નેતર સંબંધો છુપાવવા માટે તેને તેની મોટી બહેનના પતિના ભાઈ સાથે લગ્ન કરવા માટે સમજાવવામાં આવી હતી. કેસની વિગતો મુજબ, બહેને પતિના ભાઈ સાથે લગ્ન કરાવ્યા કારણ કે તે તેના અફેરને છુપાવવા માંગતી હતી.
 
અભયમ હેલ્પલાઇન કાઉન્સેલરે જણાવ્યું હતું કે તેમને 23 વર્ષીય મહિલાનો ફોન આવ્યો હતો જેણે તેમને જાણ કરી હતી કે તેણીને તેના સાસરિયાઓ તેમજ તેની બહેન દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. કાઉન્સેલરે કહ્યું કે મહિલાએ તેને કહ્યું કે તેની બહેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા.
 
ફરિયાદીને લગ્ન પછી તરત જ અફેરની ખબર પડી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે તેની બહેનના પતિને આ બાબતની જાણ કરી હતી, પરંતુ તે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયો હતો.
 
બાદમાં, ફરિયાદીના પતિ અને તેની બહેને કબૂલ્યું હતું કે પરિવારમાં સંબંધની જાણ થાય તે માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરિવારે હવે ખાતરી આપી છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરનો અંત આવશે.
 
જામનગરમાં આડા સંબંધનો કરુણ અંજામ
જામનગરમાં આડા સંબંધનો કરુણ અંજામ આપનારા આરોપી દંપતી સહિત પાંચ લોકોની ગણતરીની કલાકમાં જ પોલીસે અટકાયત કરી હતી. કરુણ હત્યાના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ હતી. જામનગરના સુભાષબ્રીજ પાસે ભારતવાસમાં રાત્રિના એક યુવાનને બોથડ પદાર્થ અને કોઇ હથિયાર વડે માર મારીને ઢીમ ઢાળી દેવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ મામલે દંપતી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 
 
આડા સંબંધના મામલે આ હત્યા થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. મૃતક મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય (ઉ.વ.45) છૂટક ધંધો કરતો હતો અને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ બંનેના પરિવારજનોને થઈ ગઈ હતી. આ કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતાં. શહેરમાં તેજેતરમાં જ સિલ્વર પાર્કમાં સાળીની છરીના ઘા ઝીંકીને બનેવીએ હત્યા કર્યાનો બનાવ તાજો છે ત્યાં વધુ એક ચકચારી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે.
 
પતિના પરસ્ત્રી સાથે સંબંધો હોવાથી મહિલાએ મોતને વ્હાલુ કર્યું
અમદાવાદના ચાંદલોડિયામાં પરસ્ત્રીના લીધે ઘરસંસાર ભાંગી ગયો.પતિ અન્ય સ્ત્રીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે ઘરે લઇને આવતા પરિણીતાએ મોતને વ્હાલુ કરી દીધુ. આ મામલે તપાસ કરતા પોલીસે આરોપી પતિ મહાદેવની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને પૂછપરછ કરતા પતિ ડરી ગયો હતો અને પરિણીતાનું મોત કુદરતી થયુ હોવાનુ જણાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે કડક પૂછપરછ કરતા પતિની પોલ પકડાઇ ગઇ હતી.
 
આડા સંબંધમાં પતિએ પત્નીની કરી હત્યા
વિસાવદરના પ્રેમપરા ગામે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રેમપરા ગામે રેહતો જીવરાજ માથસુરીયા દેવી પૂજકે ગીરગઢડાના અંબાળા ગામની યુવતી લક્ષ્મી સાથે 10 વર્ષ પેહલા લગ્ન કર્યા હતા. જેમા જીવરાજ અને લક્ષ્મીના 10 વર્ષના લગ્ન જીવનમા ત્રણ સંતાનોમા બે દીકરી અને એક દીકરા સાથે રેહતા હતા. ત્યારે પતિ જીવરાજને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થતા પત્ની આડખીલી બનતી હોવાથી પત્ની લક્ષ્મીને બે માસ પેહલા મોતને ઘાટ ઉતારી પત્નીની લાશને વાડી વિસ્તારની અવાવરૂ જગ્યા દાટી દેવામા આવી હતી. સમગ્ર ધટનાનો પર્દાફાશ ક્યારે થયો જયારે લક્ષ્મીના પીતા પ્રેમપરા ગામે પોતાની દીકરી મળવા આવ્યા ત્યારે જમાઈ જીવરાજ તરફથી કોઇ વ્યવસ્થીત જવાબ નહી મળતા લક્ષ્મીના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમા તેની દીકરી ગુમ થયાની અરજી કરી હતી. ત્યારે પોલીસ પણ દોઢ માસ થી લક્ષ્મી ની શોધખોળ કરતા હતા અને પતી જીવરાજ ભાગી છૂટ્યો હતો જયારે પોલીસને જીવરાજની ચોક્કસ બાતમી મળતાં તેને ઝડપી લેવામા સફળતા મળી હતી.