શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2022 (09:13 IST)

અમદાવાદમાં સગીરાને યુવકે બે વખત ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વખત યુવતીએ ગર્ભપાતની મનાઈ કરતાં યુવકે ધમકી આપી

crime news in gujarati
અમદાવાદમાં સગીર વયની યુવતીએ તેના પ્રેમી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવતી ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષામાં જવું પડે છે. જેથી તેને એક રીક્ષા ચાલક સાથે આંખ મળી ગઈ હતી. રીક્ષા ચાલકે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર સંબંધ બાંધ્યા હતાં. આ દરમિયાન યુવતીને બે વાર તેણે ગર્ભવતિ બનાવીને ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ ત્રીજી વાર યુવતી ગર્ભવતી બની ત્યારે તેના પ્રમીએ ગર્ભપાત કરાવવાનું કહ્યું પણ યુવતીએ મનાઈ કરતાં યુવકે તેને ધમકીઓ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ પોલીસનો સહારો લીધો હતો.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી યુવતી ઘરની સ્થિતિ સારી નહીં હોવાને કારણે ઘરકામ કરવા જતી હતી. આ દરમિયાન તેને અલગ અલગ જગ્યાએ કામ કરવા જવાનું હોવાથી તે રીક્ષામાં બેસીને જતી હતી. આ યુવતીને થોડા સમયમાં જ એક રીક્ષા ચાલક સાથે મિત્રતા થઈ હતી અને બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. હવે બંને જણા વારંવાર એકબીજાને મળતાં હતાં. રીક્ષા ચાલકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેણે આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જેના કારણે યુવતી બે વખત ગર્ભવતી બની હતી.રીક્ષા ચાલક યુવકે યુવતીને દવાઓ આપીને બંને વખત ગર્ભપાત કરાવ્યો હતો.ત્રીજી વખત આ યુવતી ગર્ભવતી બનતાં રીક્ષા ચાલક યુવકે ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું. પરંતું યુવતીએ ઈનકાર કરી દેતાં તેને રીક્ષા ચાલક ધમકાવતો હતો. આખરે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતાં જ યુવકની ધમકીથી કંટાળીને યુવતીએ આખરે યુવક સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.