ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (07:26 IST)

Crime News - પતિ-પત્ની ઔર વૌના કિસ્સાનો કરૂણ અંજામ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલસા વાંસદા જંગલ ગામમાં પતિ-પત્ની ઔર વૌના કિસ્સાનો કરૂણ અંજામ આપ્યો છે. પતિના આડાસંબંધોથી ત્રસ્ત પરિણીતા કુહાડી લઈ પતિની પ્રેમિકાના ઘર પર પહોંચી હતી. જ્યાં ભૂલથી પ્રેમિકાના બદલે પ્રેમિકાની માતાની હત્યા કરી નાખી હતી. ભૂલનો પસ્તાવો થતા ઘરે જઈ પરિણીતાએ પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
 
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાસદા જંગલ ગામમાં રહેતા ગુલાબભાઈ ના લીલાબેન નામની એક મહિલા સાથે લગ્ન થયા હતા.. અને લગ્નજીવન દરમિયાન બંનેને ત્રણ સંતાનો પણ હતા. જોકે બંનેના લગ્ન જીવન દરમિયાન ગુલાબભાઈના જીવનમાં તેમનાજ ગામમાં જ રહેતી રેખાબેન નામની એક અન્ય મહિલાની એન્ટ્રી થઈ અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા જતાં પરિણીત હોવા છતાં પણ ગુલાબભાઈ એ રેખા બેન નામની મહિલા સાથે પણ પ્રેમ સંબંધ બાંધી અને તેના ઘરે રહેવાનું શરૂ કર્યું ..અને તેના દ્વારા એક સંતાન પણ થયું હતું.
જો કે પતિના આડાસંબંધથી કારણે ગુલાબ અને લીલાબેન બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. અને બંને પરિવારો વચ્ચે બોલાચાલી અને ઉગ્ર બબાલ પણ થતી હતી. જો કે ગામલોકો બંને પરિવારોને વચ્ચે પડી અને મામલો થાળે પાડી દેતા હતા. પરંતુ રોજ ના આ બબાલ ને કારણે આખરે ગુલાબભાઈ ના પત્ની લીલાબેન ની ધીરજ ખૂટતા તેઓએ મોડી રાત્રે પતિની પ્રેમિકા રેખાબેનના ઘરે તિક્ષણ હથિયાર સાથે પહોંચ્યા હતા.
એ વખતે ઘરમાં ત્રણ બાળકો સાથે રેખાબેનની માતા રેશ્મા બેન સુતા હતા. પરંતુ સૂતેલા મહિલા પોતાના પતિ ની પ્રેમિકા રેખાબેન હોવાનું માની અને લીલાબેન એ તેમના પર તિક્ષ્‍ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા ઝીંકી અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં ગંભીર રીત ઘવાતા રેશ્માબેનનું મોત નીપજયું હતું.
 
જોકે ત્યારબાદ ઘરે આવી અને લીલાબેને ઘરના આંગણામાં ઝાડની ડાળ સાથે ગળે ફાંસો ખાઈ અને પોતે પણ આપઘાત કરી લીધો હતો. આમ પતિના આડા સંબંધથી કંટાળેલી પત્નીએ પતિની પ્રેમિકા સમજી અને પ્રેમિકાની માતા રેશ્માબેન હત્યા કરી નીપજાવી હતી.આમ ગામમાં એક સાથે બે-બે અણ બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ ધરમપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને બન્ને મૃતદેહોના કબજો લઇ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ ફરી એક વખત ધરમપુરમાં આડા સંબંધને કારણે બે પરિવારનો માળો વિખેરાયો હતો.
 
 
રશ્મિબેનની વહુએ લીલાબેનને કુહાડી વડે હત્યા કરતા જોઈ લીધી હતી. જેનાથી ગભરાઈને લીલાબેને ઘરે પહોંચી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રશ્મિબેનની વહુ જાનીબેને ઘટનાની જાણ ગામના અગ્રણીઓને કરી હતી. ગામના અગ્રણીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે દરમિયાન ગુલાબભાઈએ ગામના અગ્રણીઓને લીલાબેને આપઘાત કર્યો હોવાની જાણ કરતા ધરમપુર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે બંને મહિલાઓની લાશનો કબ્જો મેળવી PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી