1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2023 (15:16 IST)

Kalol News - ગાંધીનગરના કલોલમાં પત્નીના પ્રેમીની પતિએ જાહેરમાં હત્યા કરી દીધી

kalol crime news
રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પતિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે 'પતિ પત્ની ઓર વો'ના ટ્રાએંગલમાં ચાલતી માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો હતો. પતિએ પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી દેવામાં આવતા કલોલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કલોલ શહેર પોલીસનાં જણાવ્યા અનુસાર કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી(ઉ. 30 આશરે) અને જીગર બાબુભાઈ ભાટી(ઉ. 25)પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જીગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જીગર અને પપ્પુની પત્ની પ્રેમ એટલા ગળાડૂબ થઈ ગયા હતા કે અવૈધ સંબંધોનો કોઈ કાળે અંત લાવવા તૈયાર ન હતા. ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગ જાહેર થઈ ગઈ હતી. તેમ છતાં પ્રેમી પંખીડા એકબીજાને મળતા રહેતા હતા. આ વાતથી પપ્પુ નાસીપાસ થઇ ગયો હતો. પોતાની પત્નીને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણી સમજાવી હતી, પણ છેલ્લા ત્રણેક વર્ષથી બંને વાત સમજવા તૈયાર ન હતા. જેનાં કારણે ઘણીવાર પપ્પુ અને જીગર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થયા કરતી હતી. જેનાં પગલે જીગરનાં પિતાએ ઉક્ત ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતાં રહ્યાં હતાં. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યું હતું. ગઈકાલે રાતે જીગર તેની માતા પાસેથી 20 રૂપિયા લઈને સોડા પીવા માટે નિકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથી જીગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમાં જ જીગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.આ બનાવના પગલે કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પપ્પુને રાઉંડઅપ કરી લીધો હતો.