શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (10:36 IST)

સુરતમાં પ્રેમિકાની હત્યા કરી યુવકે ગળાંફાસો ખાધો

crime news surat
-એક મકાનમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ
- પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા
- પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી 
 
Surat crime news- સુરતમાં 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
 
શહેરના ઉધના વિસ્તારના એક મકાનમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ તો બન્નેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
 
આ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં જ રહેવા આવેલા 28 વર્ષીય વિજય ગોહિલ નામના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી દીધા હોવાની જાણકારી પડોશીને મળતા તેઓ આ ઘટનાના મામલે પોલીસને જાણ કરી હતી.