ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2024 (13:46 IST)

Crime news - ભાભીએ તેનાથી 18 વર્ષ નાના દિયર સાથે હોટલમાં બાંધ્યા સબંધ અને... યુવકનું મોત.

Kota Rajasthan- કોટા રાજસ્થાનના કોટામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક દિયર- ભાભી સાથે જીવવા-મરવાના સોગંદ લીધા હતા, પરંતુ પ્રેમમાં સફળ ન થઈ શકતાં તેમણે મોતને ભેટી હતી.  એટલે કે બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી હતી.

આ ઘટના નયાપુરા વિસ્તારની એક હોટલમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, વિષ્ણુ અને ભાભી બરાન જિલ્લાના ફૈઝપુર ગામના રહેવાસી હતા. તેઓ લગભગ એક અઠવાડિયા પહેલા ઘરેથી ભાગી ગયા હતા અને આમ તેમ ભટકી રહ્યા હતા.  શનિવારે રાત્રે તેઓ કોટાની એક હોટલમાં રોકાયા હતા.
 
 એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પહેલા બંને વચ્ચે શારીરિક સબંધ પણ બંધાયા હતા. આ પછી તેમણે  જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. સારવાર દરમિયાન વિષ્ણુનું મોત થયુ જ્યારે ભાભી હાલ  હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
 
દિયર, ભાભી કરતા 18 વર્ષ નાના હતા
પોલીસે જણાવ્યું કે વિષ્ણુ માત્ર 22 વર્ષનો હતો જ્યારે તેની ભાભી લગભગ 40 વર્ષની હતી. બંને વચ્ચે ઘણા દિવસોથી આડા સંબંધ હતા. તેઓ સાથે રહેવા માંગતા હતા, પરંતુ તેમના સંબંધો અને વચ્ચે પરિવાર આવતો હતો. એટલા માટે તે ઘણા દિવસોથી ઘરેથી ભાગી ગયા હતા.  જો તેઓ ઇચ્છતા તો ક્યાંક સાથે જીવન સેટલ કરી શક્યા હોત, પરંતુ તેઓએ આ પગલું ભર્યું. પોલીસે વિષ્ણુની ભાભીનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.