સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (17:01 IST)

ધ્રાંગધ્રાની સગીરા સાથે નરાધમે કૃત્ય આચરી ગર્ભવતી બનાવી, બાળકનો જન્મ થતાં કૃત્ય જાહેર થયું

ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીરા સાથે નરાધમે શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધો હતો. જેથી સગીરાએ બાળકને જન્મ આપતા નરાધમના પાપનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે નરાધમ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સનસનીખેજ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર ધ્રાંગધ્રા તાલુકામાં હૈયુ ધ્રુજાવી દેનારી અક્ષમ્ય ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના એક નરાધમે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કામ કરતા એક ગરીબ પરિવારની માત્ર 15 વર્ષની સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધો હતો. જેથી સગીરાને દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યા સગીરાએ નવજાત શિશુને જન્મ આપ્યો હતો. જેને લઈ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. સગીરાને હોસ્પિટલ લઈ ગયા બાદ શખ્સના પાપનો ભાંડો ફૂટ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતાં પી.આઇ. જે.બી.મીઠાપરા સહિતનો પોલીસ સ્ટાફે વિગતો મેળવી નરાધમ શખ્સ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.ધ્રાંગધ્રા તાલુકાની ઘટનામાં લગ્ન વગર અને અઢાર વર્ષથી પણ ઓછી ઉંમરની સગીરાના જન્મેલા બાળકના પિતાનું નામ કોણ આપશે અને સગીરાના પિતા રાખશે, શખ્સ રાખશે કે કોણ રાખશે ? એની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. ધ્રાંગધ્રા તાલુકાની આ ઘટના અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે, સગીરાના જન્મેલા બાળકને સગીરાના પિતા રાખશે કે આરોપી શખ્સ રાખશે તો ઠીક છે. નહીંતર પોલીસ દ્વારા શિશુગૃહમાં સુરક્ષિત મોકલી આપીશું.