દિવાળી, ધનતેરસ અને ભાઈબીજના વિશેષ ઉપાય અને શુભ મુહૂર્ત

Last Modified રવિવાર, 8 નવેમ્બર 2015 (14:38 IST)
દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.
દિવાળીના 5 અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે.
આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. આ બધા દિવસોમાં કરવામાં આવેલ પૂજા-અર્ચના અને ઉપાયોને જો યોગ્ય મુહૂર્તમાં કરવામાં આવે તો વ્યક્તિને બધા મનોરથ સિદ્ધ થઈ જાય છે.

આ વખતે ધનતેરસ સોમવારે શિવના વાર સાથે આવવાનુ વિશેષ ફળદાયી રહેશે. ધન્વંતરિ પૂજાનો સમય સાંજે 5.59થી 7.06 વાગ્યા સુધી રહેશે.
ખરીદી માટે ધનતેરસના દિવસે સૂર્યોદય 8.07 વાગ્યા સુધી અમૃત, 9.28થી 10.49 વાગ્યા સુધી શુભ બપોરે 2.53થી સાંજે 5.35 સુધી ચર લાભ અને અમૃતના ચોઘડિયામાં સોના ચાંદી, વાહન જમીન ઈલેક્ટ્રોનિક્સ સામાન વગેરે ખરીદવા માટે અતિ શુભ છે. આ ઉપરાંત 5.35થી 8.13 વાગ્યા સુધી પ્રદોષકાળ અને 5.59થી 7.55 વાગ્યા સુધી વૃષભકાળમાં ખરીદીનુ શુભ મુહૂર્ત છે. તેથી જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી દરેકે આ જ સમયમાં પોતાની વિશેષ ખરીદી કરવી જોઈએ.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને મતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. આ દિવસે પૂજાનુ શુભ મુહૂર્ત દરેક વ્યક્તિને પોતાના ઘર અને પ્રતિષ્ઠાનમાં પૂજા જરૂર કરવી જ જોઈએ. ધનતેરસથી શરૂ કરી 5 દિવસ સુધી ગૃહસ્થએ દીપદાન કરવાનુ વિધાન છે.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત દરેક વ્યક્તિના રોજ પોતાના ઘરે અને પ્રતિષ્ઠાનમાં પૂજા જરૂર કરવી જોઈએ. ધનતેરસથી શરૂ કરી 5 દિવસો સુધી ગૃહસ્થએ દીપદાન કરવાનુ વિધાન છે.

ધનતેરસના બીજા દિવસે મંગળવારે નરક ચતુર્દશી છે. આ દિવસે પિતરોને તર્પણ જરૂર કરવુ જોઈએ. આ દિવસે સવારે ભગવાન યમનુ તર્પણ કરીને સાનેજ ઘરની ઉંબરે યમ દીપક પ્રગટાવવાથી તે ઘરમાં કોઈનું પણ અકાળ મૃત્યુ નથી થતુ. નરક ચતુર્દશીને સંકટમોચન હનુમાનની પૂજા જરૂર કરવી જોઈએ.

બુધવારે દિવાળી ઉજવાશે. આ વર્ષ કાર્તિક કૃષ્ણ પક્ષની અમાસ 11 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. દિવાળીમાં મા લક્ષ્મીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. આ રાત્રીના રોજ જાગરણ કરીને ધનની દેવી લક્ષ્મી માતાનું વિધિપૂર્વક પૂજન કરવાથી મનુષ્યોના બધા ભૌતિક સુખ સુવિદ્યાઓની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી મા ની પ્રદોષ કાળ, સ્થિર લગ્નમાં પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારે નવુ વર્ષ મતલબ છે. આ દિવસ આખો દિવસ શુભ હોય છે.
શુક્રવારે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના તહેવાર ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે ટીકા મુહૂર્ત બપોરે 1.15થી 3.24 વાગ્યા સુધી તિલક કરી શકાય છે.


આ પણ વાંચો :