ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (14:53 IST)

Diwali History: - દિવાળીનો ઈતિહાસ, દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, પૌરાણિક કથાઓ

History of Diwali - Why Diwali is celebrated  દિવાળીનો ઈતિહાસ 
દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે.
 
* ત્રેતા યુગમાં ભગવાન રામ જ્યારે રાવણને હરાવીને અયોધ્યા પાછા  ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમન પર દિવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કરવમાં આવ્યું હતું અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
 
* આ કથા પણ પ્રચલિત છે જ્યારે શ્રી કૃષ્ણએ આતતાઈ નરકાસુર જેવા દુષ્ટનો વધ કર્યો હતો ત્યારે વ્રજના લોકોએ દીવડા પ્રગટાવીને પોતાની ખુશી જાહેર કરી હતી.
 
* રાક્ષસોનો વધ કરવા માટે મા દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શીવ તેમના ચરણોની નીચે સુઈ ગયાં હતાં. ભગવાન શીવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતિક દેવી લક્ષ્મીની પુજાની શરૂઆત થઈ છે. આ જ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીની પુજાનું પણ મહત્વ છે.
 
* મહાપ્રતાપી અને દાનવીર રાજા બલીએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધી ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલી પાસેથી ત્રણ પગ પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલીએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતાં તેમને ત્રન પગ પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ ત્રણ પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલીની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકન રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યુ કે તેમની યાદ સ્વરૂપે ભૂ લોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે.
 
* કારતકની અમાવસના દિવસે શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિન્દસિંહજી બાદશાહ જહાગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતાં.
 
* કૃષ્ણએ અત્યાચારી નરકાસુરનો વધ દિવાળીના એક દિવસ પહેલાં કર્યો હતો. તેના બીજા દિવસે ગોકુળવાસીઓએ ખુશ થઈને ઉત્સવ ઉજવ્યો હતો.
 
* બૌધ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુધ્ધના સમર્થકો તેમજ અનુયાયિઓએ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુધ્ધ સ્વાગત માટે હજારો લાખો દિવડા પ્રગટવીને દિવાળી ઉજવી હતી.
 
* સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. એટલા માટે દિવા પ્રગટાવીને ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો.
 
* અમૃતસરના સુવર્ણ મંદિરનું નિર્માણ પણ દિવાળીના દિવસે કરવામાં આવ્યું હતું.