ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

Diwali 2023- દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે.

દિવાળી પહેલા કરશો આ કામ તો લક્ષ્મી આવશે તમારે દ્વાર
દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે. 
ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે.. 
 
વાસ્તુ મુજબ જો કેટલીક વસ્તઓ દિવાળી પહેલા ઘર અને દુકાનમાંથી હટાવી દેવામાં આવે તો મનુષ્યનુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય શકે છે. અને ગરીબી હંમેશા માટે ખતમ થઈ જાય છે અને દેવી લક્ષ્મી કાયમ માટે તમારા ઘરમાં નિવાસ કરે  છે. તો ચાલો જાણીએ એ કંઈ 10 વસ્તુઓ છે જે દિવાળી પહેલા ઘરમાંથી હટાવી દેવાની છે. 
 
1 પહેલી વસ્તુ એ જે સૌના ઘરમાં સામાન્ય રૂપે જોવા મળે છે એ છે જૂના કપડા.. મોટાભાગે આપણે જોઈએ છીએ કે લોકો જૂના ફાટેલા અને નકામાં કપડા કે ચાદરની એક પોટલી બનાવીને ઘરના કોઈ ખુણામાં રાખી મુકે છે આ કપડાને તરત જ કોઈ અન્ય કામમાં વાપરી લેવા જોઈએ અથવા તો દાન કરી દેવા જોઈએ. નહી તો ઘરમાં નેગેટિવિટી આવે છે. 
 
2. બીજુ છે દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે ફાટેલી ફોટો વગેરે પણ જો તમારા ઘરમાં હોય તો તેને દિવાળી પહેલા કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. ખંડિત મૂર્તિઓ ઘરમાં મુકવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. 
 
3. ત્રીજુ છે ઘરની છત પર નકામી  વસ્તુઓ કે ભંગાર એકત્ર ન થવા દો.. ઘરની અગાશી પર નકામી વસ્તુઓ એકત્ર કરવાથી ઘરના પરિવારના સભ્ય પર ખરાબ અસર પડે છે અને પિતૃદોષ ઉતપન્ન થાય છે. 
 
4.  ચોથુ છે પર્સ .. તમારા ખિસ્સામાં મુકાતુ પર્સ કે તિજોરી.. પર્સ ફાટેલુ ન હોવી જોઈએ અને તમારી તિજોરી પણ તૂટેલી ન હોવી જોઈએ. તમારી તિજોરી જેમા તમે ઘરેણા અને પૈસા મુકો છો તેમાં ધાર્મિક વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મકા બની રહે. પર્સમાં દેવી લક્ષ્મીની તસ્વીર અને તિજોરીમાં પૂજાની સોપારી, કુબેર યંત્ર શ્રી યંત્ર વગેરે મુકવુ શુભ કહેવાય છે. 
 
5 પાંચમુ છે પત્થર નંગ કે તાવીજ .. ઘણા લોકો ઘરમાં પત્થર નંગ કે તાવીજ વગેરે મુકી રાખે છે. કંઈ વસ્તુઓ શુ લાભ કરે છે તેની માહિતી વગર આ પ્રકારની કોઈપણ વસ્તુ જો તમારા ઘરમાં હોય તો તેને દિવાળી પહેલા ઘરની બહાર કરો.
 
6. છઠ્ઠી  તૂટેલી વસ્તુઓ -- કોઈપણ પ્રકારની તૂટેલી કે વસ્તુઓ કે બીનજરૂરી વસ્તુઓ ઘરમાં ન મુકશો આનાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને દિવાળી પર ઘરમાં દેવી લક્ષ્મીનુ આગમન પણ થતુ નથી. 
 
7.  7મી છે નકારાત્મક વસ્તુઓ.. કહેવાય છે કે તાજમહેલ.. કાંટાવાળા છોડ જંગલી જાનવર ડૂબતી નાવડી વગેરે પણ ઘરમાં ન મુકવી જોઈએ. તેનાથી મન પર ખરાબ અસર પડે છે. સતત આ પ્રકારની વસ્તુઓ પર નજર પડતી રહેવાથી સારી ઘટનાઓ બનવી બંધ થઈ જાય છે અને દેવી લક્ષ્મી આપણા ઘરમાં આગમન નથી કરતી. 
 
8 મો છે તૂટેલુ કબાટ ઘર કે દુકાનમાં કોઈ પણ તિજોરી જો તૂટેલી હોય તો તેને ઘરની બહાર કરી દો. આ ઉપરાંત કામ થઈ ગયા પછી હંમેશા તિજોરીનુ બારણુ બંધ કરી દો. કારણ વગર તિજોરીને ખુલ્લી છોડવી કાર્યોમાં અવરોધ ઉભો કરે છે. 
 
9મો છે કરોળિયાના જાળા .. દિવાળી પહેલા સાફ સફાઈનુ કેટલુ મહત્વ છે એ તો આપ સૌ જાણો છો.. તો આ દિવાળી પહેલા તમારા ઘર કે દુકાનમાં રહેલા તમામ જાળા કાઢી નાખો જો દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે. 
 
10મો છે સોફા ખુરશી અને ટેબલ - અહી અમે સામાન્ય ટેબલ ખુરશીની વાત નથી કરતા.. જો તમારા ઘરમાં કોઈપણ ટેબલ કે ખુરશી તૂટેલી હોય તો તે તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. આવી વસ્તુઓને તમારા ઘરમાંથી તરત જ બહાર કરો. આવી વસ્તુઓ દિવાળી પર પણ તમારા ઘરમાં રહેશે તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે