બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2023 (14:46 IST)

Rama Ekadashi 2023: નોકરી-વેપારમાં છે આર્થિક પરેશાની, તો રમા એકાદશીની રાતે કરો ઉપાય, વરસશે લક્ષ્મીજીની કૃપા

rama ekadashi
rama ekadashi
Rama Ekadashi 2023: રમા એકાદશી 9 નવેમ્બર 2023 ના રોજ છે. તે દિવાળીના 4 દિવસ પહેલા આવે છે. આ એકાદશી પર દેવી લક્ષ્મીનો પણ પ્રભાવ હોય છે, તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળે છે.
 
રમા એકાદશીના દિવસે તુલસી મંજરીને લાલ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી તેને તમારા ધન સ્થાન પર મુકો.  એવું માનવામાં આવે છે કે તેનાથી નોકરી અને વ્યવસાયમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસી મંજરી ન તોડવી, એક દિવસ પહેલા તોડી નાખો.
 
જો બનતા બનતા કામ બગડતા હોય તો  રમા એકાદશીના દિવસે સાંજ પડતાં જ તુલસી પર ઘીનો દીવો કરવો અને તુલસીની 11 વાર પ્રદક્ષિણા કરો. આવુ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે. કામમાં કોઈ અડચણ નથી આવતી 
 
રમા એકાદશી દિવાળી પહેલા આવે છે તેથી આ એકાદશી પર લક્ષ્મી પૂજન લાભદાયક માનવામાં આવે છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને મખાનાની ખીર ચઢાવો અને પછી તેને કન્યાઓને વહેંચો. ઘરમાં બરકત રહેશે.  
 
પીળા ચંદન અને કેસર સાથે ગુલાબજળ મિક્સ કરીને તિલક કરવું જોઈએ. આ તિલકને તમારા કપાળ પર લગાવો અને કામ પર જાઓ. આવું કરવાથી વૈવાહિક જીવન સુખમય બને છે.