મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
Written By
Last Updated : શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (12:36 IST)

Delhi Elections 2020 Live: 70 સીટો માટે મતદાન ચાલુ, અડવાણીજીએ પુત્રી સાથે કર્યુ વોટિંગ

- દિલ્હી: ચૂંટણી કમિશ્નર અશોક લવાસા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહ ચાણ્કયપુરીના એક પોલિંગ બુથ પર વોટિંગ કરવા પહોંચ્યા
- આપ અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બબાલ થઇ. કોંગ્રેસના નેતા અલકા લાંબા પર ટિપ્પણી બાદ હોબાળો થયો. આપના નેતા સંજય સિંહે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની વાત કહી છે.
-અરવિંદ કેજરીવાલ પૂજા કરવા ગયા હતા કે હનુમાનજીને અશુદ્ધ કરવા ગયા હતા? એક હાથથી જૂતા ઉતાર્યા…એ હાથથી જ માળા લઇ…શું કરી દીધું? જ્યારે નકલી ભકત આવે છે ત્યારે આવું જ થાય. મેં પંડિતજીને કહ્યું કે બહુ બધી વખત હનુમાનજીને ધોયા છે: મનોજ તિવારી, દિલ્હી ભાજપ અધ્યક્ષ
- કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ AAPના નેતાને લાફો માર્યો
- ઔરંગઝેબ રોડ પરથી ગાંધી પરિવારના સભ્ય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યું વોટિંગ
- પૂર્વ પીએમ મનમોહન સિંહે નિર્માણ ભવનના પોલિંગ બુથ પર કર્યું વોટિંગ
-  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સાથે પ્રેસિડન્ટ એસ્ટેટ સ્થિત આવેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં કર્યું મતદાન
- દિલ્હી: બાબરપુરના એક પોલિંગ બુથ પર તૈનાત ઉધમ સિંહ નામના એક ચૂંટણી અધિકારીનું હાર્ટ એટેકથી મોત

 
દિલ્હીની બધી 70 સીટો પર મતદાન ચાલુ છે. દિલ્હીમાં સાંજે 6 વાગ્યા સુધી 13,750 કેન્દ્ર પર વોટિંગ થશે. . 70 સીટો માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંપતા બંદોબસ્તની વચ્ચે 1.47 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીના મુકાબલામાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે. 8 વાગ્યે મતદાન શરૂ થઇ ગયું છે અને નેતાઓનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઇ જશે. 
 
પોલિંગ બુથ પર મતદાતાઓની લાંબી લાઈન લાગી છે. દિલ્હીના શાહીન બાગમાં મતદાતાઓની ભીડ ઉમટી પડી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને વધુથી વધુ વોટ નાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મતદાતાઓને વધુથી વધુ વોટ નાખવાની અપીલ કરી છે. યુપીના સીએમ યોગીએ પણ ટ્વીટ કરીને મતદાતાઓને અપીલ કરી. તેમણે લખ્યુ કે દિલ્હીમાં બદલાવ લાવવા માટે વોટ કરો. સીએમ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યુ. બીજી બાજુ અભિનેત્રી તાપસી પન્નુએ પણ પરિવાર સાથે વોટિંગ કર્યુ. જાણો ક્ષણ ક્ષણની અપડેટ 
 
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજપુર રોડ સિવિલ લાઈન્સના પોલિંગ બુથ પર પરિવાર સાથે મતદાન કર્યુ. 
 
- ભારતીય જનતા પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખીએ સાઉથ એક્સટેંશન પાર્ટ 2 ના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. 
 
- રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ વિદ્યા મંદિર પોલિંગ બુથ પર મતદાન કર્યુ. 
 
- દિલ્હીના લક્ષ્મીનગર વિધાનસભા ક્ષેત્રમાં લગ્ન કરવા જતા પહેલાં વોટિંગ કરવા નીકળ્યો વરરાજા, વરઘોડો હતો સાથે
 
-  નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના સરદાર પટેલ વિદ્યાલયના બુથ નંબર 114 પર ઇવીએમમાં સમસ્યા
 
-  દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે માતાના આશીર્વાદ લીધા. તેમણે કહ્યું કે હિંસા, નફરત અને જુઠ્ઠાણાના તિલસ્મને કાપનારી ચૂંટણી છે. પહેલી વખત દિલ્હીની ઝૂંપડીઓને મકાન આપનારી ચૂંટણી છે. મારા પ્રદેશ અધ્યક્ષ રહેતા એ ચૂંટણી થઇ રહી છે જેના વિજયની રાહ અમે છેલ્લાં 21 વર્ષથી જોઇએ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે ભાજપની સરકાર બનવા જઇ રહી છે. અમે 50થી વધુ સીટો જીતી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવીશું
 
-  પરિવાર સાથે વોટિંગ કરવા પહોંચી ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ