Last Modified: શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (13:19 IST)
દિલ્લી પોલિસે શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા
દિલ્લી પોલિસે શનિવારે રાજધાનીમાં થયેલા બ્લાસ્ટમાં સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના સ્કેચ જાહેર કર્યા છે.
દિલ્હી પોલીસનાં પ્રવક્તા રાજન ભગતે જણાવ્યું હતું કે કોનોટ પેલેસ અને કરોલ બાગનાં ગફ્ફાર માર્કેટમાં થયેલા વિસ્ફોટોમાં સમાયેલા ત્રણ શંકાસ્પદ નાગરિકોનાં પાંચ સ્કેચ જાહેર કર્યા છે.
ભગતે જણાવ્યું હતું કે પાંચ સ્કેચમાં એક ગફ્ફાર માર્કેટ અને ચાર બારાખંભા રોડ પર થયેલા બ્લાસ્ટ વિસ્ફોટોમાં સામેલ સંદિગ્ધોનાં છે. તેમણે જણાવ્યું છે કે કેટલાંક પ્રત્યક્ષદર્શીઓ પાસેથી પ્રાપ્ત માહિતીનાં આધારે કોનોટ પ્લેસનાં વિસ્ફોટમાં સામેલ સંદિગ્ધોનાં બે બે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે દિલ્હીનાં લોકોને અપીલ કરવામાં આવે છે કે આ સંદિગ્ધોનાં વિશે ખબર પડે તો, તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે. તેના માટે પોલીસ નિઃશુલ્ક 1090 ફોનસેવા પણ શરૂ કરી છે.
મંત્રીમંડળની બેઠકઃ
તો કેન્દ્રીય કેબીનેટે લાલુ યાદવની માંગનો સ્વીકાર કરતાં, તાજેતરમાં થયેલા બ્લાસ્ટ બાદ આંતરીક સુરક્ષા બાબતે ચર્ચા કરવા બુધવારે મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટ અંગેની ચર્ચા કરવામાં આવશે.