દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ, 25ના મોત
શનિવારે મોડી સાંજે નવી દિલ્હીમાં પાંચ સીરીયલ બ્લાસ્ટ થતાં દિલ્હી સહિત દેશ હચમચી ઉઠ્યો હતો. પાટનગરમાં સાંજે 6.10ની આસપાસ પ્રથમ બ્લાસ્ટ બાદ બીજા બે સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આમ ગણત્રીની મિનિટોમાં એક પછી એક છ બ્લાસ્ટ બાદ થયાં હતાં. આ બોમ્બ લો ઈન્ટેનસીટીવાળા હોવા છતાં 25થી વધુના મોત થયાંનું તથા 75થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. આતંકવાદીઓએ જયપુર, બેગ્લોર અને અમદાવાદ બાદ શનિવારે દિલ્હીને નિશાન બનાવ્યુ હતું. સાંજે 6.10 વાગ્યે પ્રથમ બ્લાસ્ટ કરોલબાગનાં ગફ્ફાર માર્કેટમાં થયો હતો. આ બ્લાસ્ટ લો ઈન્ટેનસીટીવાળો હતો. તેથી નુકસાની ઓછી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં વીસેક જેટલાં લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ કોનોટ પેલેસમાં બે બ્લાસ્ટ થયો હતો. જેમાં પ્રથમ બ્લાસ્ટ ગોપાલદાસ બિલ્ડીંગનાં ગેટ નંબર એક પર થયો હતો. આ બોમ્બ રીક્ષામાં રાખવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ રીક્ષાનાં ભુક્કે ભુક્કા બોલાઈ ગયા હતા. જ્યારે બીજો બ્લાસ્ટ પાલિકા બજારમાં થયા હતા. જ્યાં સ્કુટર પર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. આ સ્થળે આસપાસ ઉભેલા વાહનોને પણ ખુબ નુકસાન થયું હતું. જ્યારે ત્રીજો બ્લાસ્ટ ગ્રેટર કૈલાસ એકમાં આવેલા ગોપાલદાસ બિલ્ડીંગ નાં ગેટ પર થયો હતો. અહીં ત્રણ બ્લાસ્ટ થયાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટ બાદ ભીડભાડ ધરાવતાં બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાંગભાગ કરતાં નજરે પડતાં હતાં. પોલીસે સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ કરાયું છે. અને, આવન જાવનનાં તમામ માર્ગો બ્લોક કરી દીધા છે.