ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|

દિલ્હી કેટલું સુરક્ષિત..?

દિલ્હીને હચમચાવી રાખનાર બોમ્બ વિસ્ફોટ બાદ સવાલ એ ઉભો થાય કે દિલ્હી કેટલી સુરક્ષિત? દેશની રાજધાની કેટલી સુરક્ષિત?

જે શહેર માત્ર દેશની જ નહીં પણ ખુદ એક રાજ્યની રાજધાની છે. તેવા દિલ્હીમાં વારંવાર થતાં આતંકી હુમલાએ દેશનાં સત્તાધીશો સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન કરે છે. દેશનો વહિવટ જ્યાંથી ચાલે છે. દરેક સેના અને જાસુસી સંસ્થાનાં હેડક્વાર્ટર આવેલા છે. તેવા દિલ્હી કેમ વારંવાર આતંકીઓનું શિકાર બને છે.

દિલ્હીમાં આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આતંકીઓ સફળ થાય છે. સેના,પોલીસ અને જાસુસી સંસ્થાનાં હજારો જવાનો 500 જેટલા વીઆઈપી અને વીવીઆઈપીઓની સુરક્ષામાં લાગેલા હોય છે. બાકીનાં એક કરોડ દિલ્હીવાસીઓ માટે બચે છે, ફક્ત થોડાક હજાર પોલીસ જવાનો. આજે દિલ્હી આતંકીઓ જ નહીં, પણ બાઈકચોરોથી પણ સુરક્ષિત નથી.

હવે, જનતાએ નક્કી કરવાનું છે કે કેન્દ્રમાં બેઠેલા તેમના નેતાઓમાં કેટલું પાણી છે. સામાન્ય લોકોનું માનવું છે કે જે સરકાર જનતાનું રક્ષણ ન કરી શકે, તેને સત્તા પર રહેવાનો કોઈ હક્ક નથી.