ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (13:10 IST)

પાંચ આતંકવાદીઓ હોવાની આશંકા

દિલ્હીમાં શુક્રવાર સવારે દિલ્હીના ઝામિયા વિસ્તારમાં આવેલી ખલિલઉલ્લા મચ્છિદ પાસે આવેલી એલ-18 બિલ્ડીંગમાં આંતકવાદીઓ છુપાયેલા છે તેવી માહીતી મળતા દિલ્હી પોલીસે આતંકીઓને પકડવાનો પ્રયાસ કરતાં આતંકીઓએ સામે ગોળીબાર કર્યો હતો. જોકે પાંચ આતંકવાદીઓ હોવાનું બહાર આવ્યુ છે.

પોલીસ અને એએસજીના જવાનોએ મળીને આ ચાર આતંકીઓ પર એક્સન ફાયર કરતા બે આતંકીઓને ઠાર મરાયા હતાં. કહેવાય છે કે અમદાવાદ અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર તૌકીર પણ આ જ બીલ્ડીંગમાં સંતાયેલો છે.

જોકે પ્રાપ્ત અહેવાલ અનુસાર બે આતંકવાદીઓને ઠાર મરાયા છે જ્યારે એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે. જ્યારે બે આતંકવાદી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળતા મેળવી લીધી છે.

જોકે દિલ્હી પોલીસનું મીશન હજી સમાપ્ત થયુ નથી તે ફરાર બંને આતંકવાદીને પકડવા દોડધામ કરી રહી છે, તેમજ પકડાયેલા આતંકવાદી સાથે સઘન પૂછપરછ કરાઈ રહી છે.