ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 29 સપ્ટેમ્બર 2008 (11:10 IST)

બોમ્બ મુકનારા જલ્દીમાં હતા-સાક્ષી

પોલીસ સમક્ષ બુરખામાં હાજર થઈ

દક્ષિણી દિલ્હીમાં મહરૌલી વિસ્તારમાં મોટરસાયકલ પર આવેલા અને બોમ્બ રાખનારા બે યુવકોને જોયા હોવાનો દાવો કરનારી એક મહિલાએ આજે કહ્યું હતું કે આ યુવાનો ખુબ જલ્દીમાં મોટરસાયકલ ચલાવતાં હતાં, અને તેણે ધીમે ચલાવવા પણ જણાવ્યું હતું.

આયશા ખાન નામની યુવતિએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે મોટરસાયકલ પર સવાર બે યુવકોએ અમને ઓવરટેક કર્યા, ત્યારે મેં તેમને ધીમે ચલાવવાની ટકોર કરી, કે જેથી તે કોઈ વ્યક્તિને ટક્કર ન મારી દે. તેથી મોટરસાયકલની પાછળ બેઠેલા યુવાને કહ્યું કે અમે જલ્દીમાં છીએ.

પોતાના પતિની પાછળ બેઠેલી આયેશાએ તેનાં જવાબમાં યુવકોને કહ્યું હતું કે તમારે તો પ્લેન ઉડાડવું જોઈએ.

આયેશાએ દાવો કર્યો કે તેના બાદ તે આગળ વધ્યા હતાં. અને, થોડીવાર બાદ બોમ્બ ધડાકાનો અવાજ સંભળાયો હતો.