Last Modified: શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (13:20 IST)
મુંબઈમાં ત્રણે રાજ્યોની પોલિસના છાપા
જયપુર, બેગલુર, અમદાવાદ અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ્ના મુખ્ય સુત્રધાર તૌકિરની શોધ તમામ રાજ્યોની પોલિસ અને એંટી ટેરરીસ્ટ સ્કોર્ડ દ્વારા થઈ રહી છે.
તાજેતરમાં દેશની રાજધાનીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટથી સમગ્ર રાજ્યોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તાજેતરમાં દિલ્હી, અમદાવાદ, અને મુંબઈની પોલિસ મળીને એટીએસ સાથે મુંબઈના મીરારોડના નયાનગરમાં છાપો માર્યો હતો.
આ ત્રણે રાજ્યની પોલિસ સાથે મળીને સઘન તપાસ આદરી રહી છે. પરંતુ નક્કર પરિણામો સામે આવતા નથી. જે પોલિસતંત્ર અને સરકારની નબળાઈ સાબિત કરી આપે છે.
અમદાવાદ બ્લાસ્ટ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવુ છે કે તેમણે દિલ્હી સરકારને ચેતવ્યા હતાં. પણ આ તેમની આળસ અને આડોડાઈનું પરિણામ હતું.