અમિતાભ દિલિપ કુમારને મળવા હોસ્પિટલ પહોચ્યા
બોલિવુડના મહાન કલાકારોમાંના એક દિલીપ કુમારને તેમની નાદૂરસ્ત તબિયતને કારણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં થોડ દિવસો પહેલા સલમાન અને રણબીર કપૂર તેમને મળવા આવ્યા હતાં. ત્યારબાદ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન દિલીપ કુમારના ખબરઅંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારની તબિયત હાલમાં સ્થિર બતાવવામાં આવી રહી છે અને તેઓ ધીરે-ધીરે રીકવર કરી રહ્યાં છે. હવે તેમને આઇસીયુમાંથી રજા આપવામાં આવી છે. ફીલ્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે અમીતજી તેમના રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. તેઓ બન્ને વચ્ચે ઘણા સમય સુધી વાતચીત થઇ હતી.