ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની તબિયત લથડી, ડોક્ટરે કહ્યુ - 72 કલાક તેમને માટે ખૂબ મહત્વના
ટ્રેજેડી કિંગના નામથી જાણીતા બોલીવુડના સુપર સ્ટાર દિલીપ કુમારની તબિયત શુક્રવારે રાત્રે અચાનક બગડી ગઈ. જ્યાર પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ ડોક્ટરોની દેખરેખમાં છે. જેમનુ કહેવુ છે કે આગામી 72 કલાક તેમને માટે ખૂબ મહત્વના છે.
દિલીપ કુમારની સારવાર કરી રહેલ ડોક્ટર જલીલ પારકરે જણાવ્યુ કે ગઈકાલે તેમને તાવ હતો. ઉલ્ટીયો પણ થઈ રહી હતી. શરૂઆતની તપાસમાં એવુ જોવા મળ્યુ કે તેમની છાતીમાં સંક્રમણ છે. આગામી 72 કલાક ખૂબ મહત્વના છે. જો આગામી 48 કલાકમાં તેમના આરોગ્યમાં કોઈ સુધાર ન થયો તો તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવશે.
એવુ કહેવાય રહ્યુ છે કે દિલીપ કુમારને અચાનક શ્વાસ લેવામા તકલીફ થવા માંડી. જેનાથી તેમની તબિયત બગડી ગઈ. જો કે હવે તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરાબાનો પણ તેમની સાથે છે.
ઉલ્લેખનીય છે કે અભિનેતા દિલીપ કુમાર 93 વર્ષના થઈ ચુક્યા છે. વઘતી વયને કારણે તેમનુ આરોગ્ય ઠીક રહેતુ નથી જેને કારણે દિલીપ કુમાર મોટાભાગે રૂટિન ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલમાં આવતા રહે છે.
પદ્મ વિભૂષણથી સન્માનિત છે દિલીપ કુમાર
દિલીપ સાહેબને ગયા વર્ષે ડિસેમ્બરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અભિનેતાના ઘરે જઈને તેમને સન્માનિત કર્યા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. દિલીપ કુમાર ખરાબ સ્વાસ્થ્યને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજન સમારંભમાં ભાગ લઈ શક્યા નહોતા.
પેશાવર છે જન્મભૂમિ
બોલીવુડમાં ટ્રેજેડી કિંગના નામથી જાણીતા દિલીપ કુમારનો જન્મ પેશાવરના ખવાની બજારમા પઠાણ ફળ વેપારી ગુલામ સરવરના ઘરે 11 ડિસેમ્બર 1922ના રોજ થયો. તેઅમ્ના માતા પિતાએ તેમનુ નામ મોહમ્મદ યુસુફ રાખ્યુ હતુ પણ બોલીવુડમાં તેઓ દિલીપ કુમારના નામથી જાણીતા થયા. તેમને 1991માં પદ્મ વિભૂષણ અને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.