પ્રખ્યાત એક્ટર Dilip Kumarની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Last Modified ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (00:40 IST)
બોલિવૂડનાં ટ્રેજેડી કિંગનાં નામથી પ્રખ્યાત એક્ટર દીલિપ કુમારની તબિયત એકવાર ફરીથી ખરાબ થઇ ગઇ છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. હાલમાં તેમને આઇસીયૂમાં રાખવામા આવ્યા છે.
ડિહાઇડ્રેશનનાં કારણે 94 વર્ષિય
દીલિપ કુમારની તબિયત લથડી ગઇ છે. હોસ્પિટલમાં તેમના ઘણા ટેસ્ટ પણ કરવામા આવ્યા છે.

ઉલ્લેખનીય
છે કે ગત વર્ષનાં ડિસેમ્બર માસમાં દીલિપ કુમારને તાવ, છાતીમાં સંક્રમણ અને પગમાં સોજાનાં કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે સમયે તેમના ફેન્સે અભિનેતાનાં સારા સ્વાસ્થ્ય માટે ખુબ પ્રાર્થના કરી હતી, જેના પછી દીલિપ કુમારે ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. સાથે જ તેમને હોસ્પિટલથી પોતાની એક તસવીર અને હેલ્થ અપડેટ પણ પોતાના પ્રશંસકો સાથે શેર કરી હતી.


આ પણ વાંચો :