1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. દિલિપકુમાર
Written By વેબ દુનિયા|

અભિનેતાની સાથે નેતા

IFM
આ એક સર્વવિદિત સત્ય છે કે દિલીપ કુમાર પહેલા સામાન્ય ચુંટણીના સમયથી કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કાર્ય કરતાં રહ્યાં છે. વચ્ચે થોડાક સમય માટે કોંગ્રેસથી તેમનો મોહભંગ પણ થઈ ગયો હતો, પરંતુ ઈ.સ. 2000માં તેઓ તેઓ રાજ્યસભામાં કોંગ્રેસ સભ્ય રહ્યાં. ફિલ્મ ઉદ્યોગની મુશ્કેલીઓના નિરાકરણ માટે તેઓ હંમેશા સક્રિય રહ્યાં. ફુટબોલ અને ક્રિકેટ તેમને ગમતી ફિલ્મો છે.

અભિનેતા દિલીપ કુમાર એટલે કે યુસુફ ખાનનો જન્મ પેશાવરના એક પઠાણ પરિવારમાં થયો હતો. પઠાણ શબ્દ ફતેહમાન (એટલે વિજેતા) નું બગડેલુ રૂપ છે. રાજ કપૂર પણ પેશાવરના પેઠાણ હતાં. યુસુફના પિતા સરવર ખાન ફળોના વહેપારી હતાં અને તેઓ કોલકત્તા અને મુંબઈ આવ જા કરતાં હતાં. યુસુફની માતાનું નામ આયશા બેગમ હતું. આ દંપતિને કુલ છ પુત્રો અને છ પુત્રીઓની પ્રાપ્તિ થઈ. જેમાંથી અમુક નાના બાળકો મુંબઈ અને દેવલાલી (નાસિક) માં જન્મ્યા હતાં. પેશાવરમાં સરવર ખાનનો પરિવાર ખુદાદાદ મોહલ્લામાં રહેતો હતો, જ્યાં તેમના વડીલોની જમીન આજે પણ છે. નાનપણમાં ઘરમાં ખુબ જ અનુશાસનનું વાતાવરણ હતું.

યુસૂફ પોતાના માતા-પિતાના ત્રીજા પુત્ર હતાં. બે મોટા ભાઈઓના નામ નૂર મોહમ્મદ અને અય્યૂબ હતું. બીજો પુત્ર અય્યુબ જ પરિવારમાંથી મુંબઈ આવવા માટેનું કારણ બન્યો. તે ઘોડા પરથી પડી જવાને લીધે એટલો બધો ઝખ્મી થઈ ગયો હતો કે તેને મુંબઈ લાવવો પડ્યો. તેના કમરનું હાડકુ તુટી ગયું હતું. લાચાર અય્યૂબ ઘરમાં બેસીને જ અધ્યયન કરતો રહ્યો અને તેણે ધર્મ અને સાહિત્ય પ્રત્યે યુસૂફને જાગૃત કર્યો.

IFM
દિલીપ કુમારને પેશાવરની કડકડતી, ચામડી પણ છોલાઈ જાય તેવી ઠંડીની યાદ આવે છે. દિવાન અને કોઠો, ચટાઈ અને બેસણા, ગુલાબી ચા અને પેશાવરી કુલચા, રોગિની-રોટી અને હલીમની પણ યાદ આવે છે. પેશાવરના ઘરમાં હિંડકો ભાષા બોલવામાં આવતી હતી, જે હાલમાં ઉર્દુ અને ફારસીનું મિશ્રણ હતી. બધા જ બાળકોને પશ્તો ચોક્કસથી શીખવાડવામાં આવતી હતી. ઘરના બધા જ લોકોને પશ્તો લખતાં અને વાંચતા આવડતી હતી, પરંતુ યુસૂફને લખતાં નહોતી આવડતી. દાદા હાજી મોહમ્મદ ફારસી જાણતાં હતાં અને શાયરીના શોખીન હતાં. એટલે કે ઘરનું વાતાવરણ ઉઝડેલુ ન હતું, જેવું કે સામાન્ય અફઘાનિયોના વિશે સમજવામાં આવે છે.

ઘરની પાસે જ મસ્જીદના આંગણમાં જ મદરેસા હતી, જ્યાં યુસૂફ પણ પોતાના મોટા ભાઈ નૂર મોહમ્મદ અને અય્યૂબની સાથે જતાં હતાં. પાસે જ મઝાર હતી અને બોરના ઝાડ પણ દૂર ન હતાં. આવી રીતે બોઅર ખાતાં તેમણે એક વખત બે નવજવાનને લોહીની લડાઈ લડતાં જોયા હતાં અને ડરીને ભાગી આવ્યાં હતાં. નાનપણમાં તેમણે બે શિયા છોકરાઓની હત્યાની ઘટના પણ જોઈ હતી અને અમ્માની પાછળ પાછળ તે પણ જ્યાં હત્યા થઈ હતી તે ઘરમાં ચાલ્યા ગયા હતાં, ત્યાં પોલીસને આવીને જોઈને યુસૂફ ડરી ગયાં હતાં અને પલંગ નીચે સંતાઈ ગયાં હતાં. પોલીસ લાશવાળી રૂમને બંધ કરી દિધી અને યુસૂફ તે લાશવાળા રૂમની અંદર એકલા રહી ગયાં હતાં. તે હોરર રાત તેમને હજી પણ યાદ છે.