1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. દિલિપકુમાર
Written By વેબ દુનિયા|

બોલીવુડના મહાનાયક 'ટ્રેજેડી કિંગ'

IFM
યુસૂફ ખાને જ્યારે બોમ્બે ટૉકિઝમાં કામ શરૂ કર્યું ત્યારે તેમણે પોતાના અબ્બાને જણાવ્યું નહોતુ કે હું એક્ટર બની ગયો છું. કેમકે સરવર ખાન ફિલ્મી લોકો વિશે સાચા વિચારો ધરાવતાં ન હતાં. તેમનું ફિલ્મી નામ દિલીપ કુમાર રાખવામાં આવ્યું તો તેમણે રાહત અનુભવી હતી. તેમણે ઘરે એવું જણાવ્યું કે તેઓ ગ્લૈક્સો કંપનીમાં કામ કરે છે. પિતાએ ખુશ થઈને કહ્યું કે નિયમિત રીતે ગ્લૈક્સો કંપનીના બિસ્કીટ ઘરમાં આવવા જોઈએ. કેમકે દ્વિતિય વિશ્વયુદ્ધને લીધે ખાદ્યાન્નની ખુબ જ ખોટ રહેતી હતી અને પરિવાર પણ મોટો હતો. તેને લીધે દિલીપ કુમાર એક નવી મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં.

આવામાં કોલેજનો એક મિત્ર કામે આવ્યો, જે શહેરની અંદર જ્યાં પણ ગ્લૈક્સો બિસ્કીટ મળતાં હતાં તેને એકઠા કરીને પાર્સલ દિલીપ સુધી પહોચાડી દેતો હતો. દિલીપ સ્ટુડિયોમાંથી ઘરે જતી વખતે ખોખાને એવી રીતે લઈ જતો હતો જાણે કે માલ સીધો ફેક્ટરીથી આવી રહ્યો હોય. પરંતુ એક દિવસ રાજકપૂરના દાદા દીવાન બશેશરનાથે તેમની પોલ ખોલી દિધી, જેમને સરવર ખાન 'કંજર' કહીને મહેણા મારતાં હતાં, કેમકે તેમનો પુત્ર પૃથ્વીરાજ ફિલ્મોમાં કામ કરતો હતો. એક દિવસ બશેરનાથ ફિલ્મ 'જ્વારભાટા'નું પોસ્ટર લઈને જ ક્રાફોર્ડ માર્કેટની દુકાન પર પહોચી ગયાં અને યુસૂફને ચિત્ર દેખાડ્યું. સરવરે કહ્યું કે લાગે તો છે યુસૂફ જેવો જ. દિવાનજીએ કહ્યું યુસૂફ જ છે. હવે તુ પણ કંજર થઈ ગયો. થોડાક સમય સુધી ગુસ્સે રહ્યાં બાદ તેમણે યુસૂફને માફ કરી દિધો.

IFM
દિલીપ કુમારની ફિલ્મ 'શહીદ' તેમણે પોતાના પરિવારની સાથે બેસીને જોઈ હતી અને તેમને ફિલ્મ ગમી પણ હતી. ફિલ્મનો અંત જોઈને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને તેમણે યુસૂફને કહ્યું પણ હતું કે આગળથી હવે ફિલ્મના અંતે મોત આપનારી ફિલ્મો ન કરતો. સંજોગ પણ જુઓ કે દિલીપ કુમારે ફિલ્મોની અંદર મૃત્યુંના જેટલા દ્રશ્ય આપ્યા છે તેટલા કોઈ પણ અન્ય ભારતીય અભિનેતાએ આપ્યાં નથી. આટલુ નહિ પણ હિંદી ફિલ્મોની અંદર તેઓ 'ટ્રેજેડી કિંગ' પણ કહેવાયા.