શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By એજન્સી|

કાળીચૌદસમાં પૂજા અને આરાધના શ્રેષ્ઠ

W.DW.D

ગુરૂવારના રોજ એટલેકે 8મી નવેમ્બરે કાળીચૌદશ હોવાથી મહાકાલી માતા, હનુમાનજી, ભૈરવ સહિત ઉગ્રદેવોની ઉપાસના કરવામાં આવે છે. તંત્રશાસ્ત્રના વિદ્ધવાનો આ દિવસને સાધના અને સિદ્ધિ માટે શ્રેષ્ઠ માને છે. આ દિવસે અનેક સ્થળોએ મારૂતિ યજ્ઞ થશે અને હનુમાનજીનાં મંદિરોમાં લોકો દર્શન કરવા જશે. કાળી ચૌદસના દિવસે અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર ખાતે વર્ષોથી પરંપરા અનુસાર હનુમાનજીની પ્રસાદી તરીકે કાળા દોરાનું વિતરણ કરવામાં આવે છે. જયારે મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર દેવનો હવન પણ થશે. જ્યારે અનેક સાધુ-સંતો સ્મશાનમાં જઇ માં કાળીની પૂજા અને યજ્ઞ કરશે.

કાળીચૌદસનો દિવસ શિવ અને કાળી માંના શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેવું જણાવ્તા શ્રી પ્રદિપકુમાર વ્યાસ જણાવે છે કે, આ દિવસે સાધક પોતાની કામનાની પૂર્તિ માટે સાધના કરે છે. કાળીચૌદસની રાત્રિએ કરેલી સાધના તત્કાળ સિદ્ધિ અને ફળ આપે છે. આ દિવસે મહાકાળી માતા, હનુમાન, ભૈરવ, નરસિંહ અને વીર સહિતના ઉગ્રદેવોની પૂજા-સાધના કરવાનું વિધાન જૉવા મળે છે.

તેમણે વિવિધ પ્રયોગો આપતાં જણાવ્યું કે, કાળીચૌદસે માટીના દીવામાં અથવા લોટનો દીવો બનાવી તેમાં ચાર વાટ કરવી અને તલનો તેલ પૂરવું. આ દીપ ઘરનાં પ્રવેશ દ્વાર પર રાખવો અથવા ઘરનાં દક્ષિણ દિશામાં મૂકવો. કાળી ચૌદસની રાત્રિ સુધી તે અખંડદીપ રહે તેનું ઘ્યાન રાખવું. આ કરવાથી અનિષ્ટ તત્ત્વો દૂર રહે છે. જયારે આ દિવસે સંઘ્યા સમય બાદ સ્નાનાદિથી પવિત્ર થઈ લાલ વસ્ત્ર પહેરી, લાલ આસન ઉપર બેસી, લાલ માળાથી ‘હનુંમાનજીનો મંત્રનો જાપ કરવાથી અનેક પીડાનો નાશ થાય છે અને અંતમાં શ્રીફળ વધેરીને ઘરમાં તેના જળનો છંટકાવ કરવો જૉઈએ.

આજે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં હનુમાનજીના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. આજે ગુરુવારે, ચિત્રા/સ્વાતી નક્ષત્ર રોજ રાત્રે મહાકાલીનો ઉપાસના મંત્ર, ભૈરવ-હનુમાન-નરસિંહ તથા સમસ્ત વીર-પીર તમામ દેવોની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતરો દૂર થાય છે.

આ દિવસનો ઉપાસના મંત્ર - ૐ હ્રીં કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી, સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે અને ૐ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ: