ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By નઇ દુનિયા|

માખણ વડા

W.D
સામગ્રી - મેંદો 500 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી. 1 કપ દહીં, ચપટી સોડા, ઈલાયચી પાવડર, પિસ્તા અને વરક

વિધિ - મેંદા અને સોડાને ચાળી લો, 200 ગ્રામ ઘી ગરમ કરી લો અને મેંદામાં નાખો. અને સારી રીતે મિક્સ કરી દહીંથી બાંધી લો. રોટલી જેવો લોટ બાંધી લો. નાના નાના લૂઆ બનાવી તેને દબાવી લો, ઉપરથી ચાકુ વડે ક્રોસ કે કોઈ નિશાની બનાવી લો. એક કઢાઈમાં ઘી ને સારી રીતે ગરમ કરી બધા વડાને ધીમ ગેસ પર સોનેરી રંગના સેકી લો. ખાંડમાં બે કપ પાણી નાખી તેની બે તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચીનો ભૂકો
નાખો. ચાસણી થોડી ઠંડી પડે કે તેમાં માખણ વડા નાખી દો. 10 મિનિટ સુધી રાખી મુકો પછી ચારણીમાં કાઢી લો. હવે ઉપરથી વરક અને પિસ્તાથી સજાવી સર્વ કરો.