શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળીની વાનગીઓ
Written By
Last Modified: શનિવાર, 11 ઑક્ટોબર 2014 (16:50 IST)

દિવાળીની વાનગી - મોતીચૂરના લાડુ

સામગ્રી - બેસન બે કપ, ખાંડ ત્રણ ચોથાઈ કપ, ખાવાનો કેસરી રંગ એક ચોથાઈ ચમચી. દેશી ઘી બે કપ. બદામ બે ટી સ્પૂન. દળેલી ઈલાયચી પાવડર અડધી ટી સ્પૂન. 
 
બનાવવાની રીત - બેસનને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેમા કેસરી રંગ નાખો. કડાહીમાં ઘી ગરમ કરો અને તેમા કોઈ ચાળણીની મદદથી બેસ નાખીને બુંદી તળી લો. એક જુદી કડાહીમાં બરાબરની માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી બનાવી લો. તેમા બુંદી અને બદામ તેમજ ઈલાયચી પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. સાધારણ ઠંડુ થયા પછી આ મિશ્રણથી લાડુ બનાવી લો. લાડુઓને થાળીમાં સજાવીને સુકવા માટે જુદા મુકી દો. મોતીચુરના લાડુ તૈયાર છે.