બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

ઉપવાસ અને આયુર્વેદની ચૈત્રી નવરાત્રિ

W.DW.D

ચૈત્રી નવરાત્રિ વિશે આરોગ્‍ય અને આયુર્વેદને ધ્‍યાનમાં રાખી વૈદ્ય મુકેશભાઇ ગૌદાણી જણાવે છે કે, આખા વર્ષનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે, કફ, જ્‍વર, ફ્‍લુનો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્ત્વ છે. કડવા લીમડાનો મોર ખાઇ શકાય. કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઇ શકાય. આ નવ દિવસમાં ઘણાં લોકો અલૂણું કરે છે. એટલે કે મીઠું લેતાં નથ, કારણ કે આ સમય દરમિયાન લવણ રસ, ખારાશને કારણે કફ વધે છે.

આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્‍યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.
N.D

ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે. એટલે કે ખોરાક ન લેવો. ભોજન લેવાથી શરીર આળસુ બની જાય માટે જ ખોરાક પર કંટ્રોલ હોય, વ્‍યક્‍તિ ભૂખી હોય તો તેને હમેશાં યાદ આવ્‍યા કરે કે તેણે શા માટે ઉપવાસ કર્યો છે. તેને ઈશ્વરનું વિસ્‍મરણ ન થાય અને ચૈત્રી નવરાત્રિમાં અલૂણું ખાવાનું મહત્ત્વ એટલા માટે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે.

આ સમયમાં થતાં કફ, પિત્ત અને શરીરમાં ભેગાં થયેલાં કચરાને દૂર કરવા માટે, શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસનું મહત્ત્વ છે. શિવપુરાણમાં પણ ઓખા અને કાર્તિકેયની કથામાં, ઓખા મીઠામાં સંતાઇને ઓગળી ગઈ એ સંદર્ભનો ઉલ્લેખ લઇ મીઠાનો વધારે પ્રમાણમાં ઉપયોગ નહીં કરવાનું મહત્ત્વ છે.