બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મંદિરોમાં શ્રદ્ધાળુઓ

અંભાજી, પાવાગઢ સહિત રાજ્યભરના માતાજીઓના મંદિરોમાં ભક્તો માતાઓના દર્શન કરવા ઉમટી પડ્યા.

W.D

અમદાવાદ. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રીનો રવિવારથી ભક્તિ અને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. તા.6 એપ્રિલના રવિવારના રોજ લોકો મંદિરોમાં દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. ચૈત્રી નવરાત્રીનું માતાજીના ભક્તો માટે અનન્ય મહત્વ હોય છે. આ નવ દિવસ જપ તપ અને અનુષ્ઠાનના ગણાય છે. રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ નિમિત્તે પૌરાણીક મહત્વ ધરાવતા રિલિફ રોડ પરના અંબામાતાના મંદિર અને મણિનગર વિસ્તારમાં આવેલા બહુચરાજી માતાના મંદિરમાં દર્શન કરવા માટે રવિવાર સવારથી ભાવિકો ઉમટી પડયા હતા.

સવારથી લઈને મોડી રાત સુધી દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામેલી રહી હતી. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં હજારો લોકોએ મા તુલજા ભવાનીના મંદિરમાં દર્શન કર્યા હતા.
W.D

આ જ રીતે હજારો ભાવિકોએ વડોદરા પાસે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો લ્હાવો લીધો હતો. આમ તો વડોદરા સિવાય અન્ય સ્થળોએથી પાવાગઢ ખાતે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. તેવીજ રીતે અંબાજી મંદિરે ખૂબજ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.
W.D

ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરોમાં અનુષ્ઠાન, હોમ હવન, લઘુરુદ્ર અને નવચંડી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની પણ રમઝટ જામશે. મંદિરો પર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે