સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. નવલી નવરાત્રી
Written By હરેશ સુથાર|

ગરબો ધુમી રહ્યો છે કરોડોના ખર્ચે !

ગરબામાં મસ્ત બન્યું ગુજરાત

N.D

ગુજરાતનો પ્રાચીન ગરબો આજે સાચે જ મોંઘો બન્યો છે. હજારો, લાખોની વાતોને હવે વિસારી દઇ ગરબો કરોડોએ પહોંચ્યો છે. અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના શહેરોમાં પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા પાછળ સ્પોન્સર કંપનીઓ રોજે રોજ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. બોમ્બ બ્લાસ્ટની દહેશત વચ્ચે લેવાતા ગરબા માટે આયોજકો દ્વારા ગરબાને કરોડોનું વીમા કવચથી સુરક્ષિત પણ બનાવાયો છે. આતંકની દહેશત વચ્ચે પણ આખું ગુજરાત ગરબામય બન્યું છે અને મા અંબેની ભક્તિમાં ડુબ્યુ છે તો ખેલૈયા ગરબાની મસ્તીમાં ઝુમી રહ્યા છે. જે માતૃશક્તિની અપાર કૃપા સમાન છે.

ગરબો બન્યો ખર્ચા
ગરબો અને ગુજરાતની વાત આવે તો ખેલૈયાઓ થનગની ઉઠે છે. હાલમાં ચાલી રહેલી નવરાત્રિ દરમિયાન રાજ્ય આખુ ગરબામય બન્યું છે. નાના ગામડાઓથી લઇને મોટા શહેરોમાં પણ ગરબાનો ઉત્સાહ વરતાઇ રહ્યો છે. સૌ કોઇ જેવી શક્તિ એવી ભક્તિ કરી રહ્યા છે તો બીજી બાજુ રાતે દિવસ ઉગતો હોય તેમ શહેરો ઝગમગી ઉઠે છે.

રોજ રોજ લાખોનો ખર્ચ
અમદાવાદનો માહોલ તો જાણે કે કંઇક અનેરો જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે ડાડીયાનો અવાજ રણકી રહ્યો છે. અહીંની રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વા.એમ.સી.એ ક્લબ, ફન ડ્રીમ સહિત પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા ગરબા માટે રોજેરોજ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કેટલાક પાર્ટી પ્લોટોમાં તો ડિજિટલ સાઉન્ડની સાથેસાથ ડિજિટલ રોશની પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. રીલાયન્સ, એરટેલ, યુનિયુન બેંક ઓફ ઇન્ડિયા, વોડાફોન સહિતની જાયન્ટ કંપનીઓની સાથોસાથ કેટલીય અન્ય કંપનીઓ પણ લાખો, કરોડોના ખર્ચે ગરબાને સ્પોન્સર કરી રહી છે.

Hitesh Mewada
ગોઠવાયા સર્કીટ કેમેર
નવરાત્રિ દરમિયાન આતંકવાદી હુમલાની દહેશતને પગલે ગુપ્તચર એજન્સી દ્વારા અપાયેલી સુચનાને પગલે પોલીસ તથા નવરાત્રિના આયોજકો સચેત બન્યા છે. નવરાત્રિમાં કોઇ અઘટિત બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા નવરાત્રિની ઉજવણી કરનાર પાર્ટી પ્લોટ્સ સહિત સ્થળો પર ક્લોઝ સર્કીટ કેમેરા મુકવા આદેશ કરાયો છે. આ અંગે રાજપથ ક્લબના પરેશભાઇ જણાવે છે કે, અમે આ વર્ષે અમારી રોજની સિક્યુરીટી ઉપરાંત સાદા ડ્રેસમાં પોલીસ અને ખાનગી સિક્યુરીટી પણ રાખી છે. સાથોસાથ પોલીસ કમિશ્નરના આદેશને પગલે કેમેરા પણ ગોઠવ્યા છે. જેનું રેકોર્ડિગ કરી પોલીસને આપીએ છીએ.

ગરબાને કરોડોનો વીમો !
આતંકવાદની દહેશત વચ્ચે કરોડોના ખર્ચે લાખો લોકો ગરબાની મજા લઇ રહ્યા રહ્યા છે ત્યારે સઘન સુરક્ષાની વચ્ચે આયોજકોએ વીમા કવચ લઇ વધુ એક અગમચેતી બતાવી છે. કર્ણાવતી, રાજપથ, વા.એમ.સી.એ સહિતે કરોડોનો થર્ડ પાર્ટી વીમો લીધો છે. આ અંગે વિગત આપતાં ફનડ્રીમ પાર્ટી પ્લોટના દેવાંગભાઇ ઠક્કર જણાવે છે કે, હુમલાનો ભય સેવાઇ રહ્યો છે ત્યારે અમે પણ અમારા ખેલૈયાઓ માટે ચિતિંત છીએ જેથી અમે પણ અમારા ગરબા માટે એક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે.